ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

બે દિવસની રજા બાદ સોમવારથી ગુણોત્સવ શરૂ, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે

ગાંધીનગરઃ ઉત્તરાયણનો તહેવાર પુરો થતાની સાથે 16મી જાન્યુઆરીને સોમવારથી જિલ્લાની શાળાઓમાં ગુણોત્સવનો આરંભ થશે. તે માટે 72 રૂટ તૈયાર કરાયા છે. આ વખતના ગુણોત્સવમાં પ્રભારી મંત્રી, ઉપાધ્યક્ષ અને મુખ્ય સિચવ સહિત 20થી વધુ અધિકારીઓ જોતરાશે.
 ગુણોત્સવમાં ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની 668 શાળાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ગ્રાન્ટેડ તેમજ આશ્રમ શાળાનો પણ સમાવેશ કરાયો છે.  જિ.પંચાયતની 668 પૈકી 225 શાળાને પણ બાહ્ય મુલ્યાકનમાં આવરી લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉના ગુણોત્સવ દરમિયાન બાહ્ય મુલ્યાંકન ન થયુ હોય તેવી જિલ્લાની 45 શાળાનો બાહ્ય મુલ્યાંકનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અગાઉના ગુણોત્સવમાં સી અને ડી ગ્રેડ ધરાવતી 56 શાળા પૈકી અસામાન્ય ફેરફાર થયો હોય તેવી સ્કૂલો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. કોઇ શાળા સી અને ડી ગ્રેડમાંથી નીચા કે ઉંચા ગ્રેડમાં કયા કારણોસર આવી તેની છણાવટ સાથે મુલ્યાકન કરવામાં આવશે.
તાલિમ કાર્યક્રમ બાદ ગુણોત્સવ
શાળાઓમાં ગુણોત્સવનું પરિણામ સુધારવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે ગુણોત્સવ પહેલાં તા-2થી 10 જાન્યુઆરી સુધી ગુણોત્સવ સજ્જતા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં બાયસેફ દ્વારા જિલ્લાની તમામ પ્રા.શાળાઓમાં ટેલી કોન્ફરન્સથી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. ગુણોત્સવમાં પ્રભારી મંત્રી ડો.નિર્મલા વાઘવાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, આયોજન મંડળના નરહરિ અમીન, દર્શનાબેન વાઘેલા, રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંહ સહિત 4 આઇએએસ, 2 આઇએફએસ અને 2 આઇપીએસ અધિકારી સહિત 20થી વધુ અધિકારીઓ દ્વારા ગુણોત્સવમાં બાહ્ય મુલ્યાંકન કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x