ગાંધીનગરગુજરાત

કોઈ સ્કૂલો ફી ભરવા વાલીઓ પર દબાણ કરે તો સરકારમાં ફરિયાદ કરો : CM રૂપાણી

ગાંધીનગર :

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ચાલુ કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. 8 તારીખ થી સ્કૂલો ખુલવાની હતી પરંતુ હાલમાં કોરોનો મહામારીમાં સ્કૂલો બંધ છે. હાલમાં લોકડાઉન વચ્ચે પણ સ્કૂલોમાંથી બાળકોની ફી ભરી જવા વાલીઓ પર દબાણ આવી રહ્યું છે. ત્યારે CM રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને લઈને સરકાર શાળાઓ ચાલુ કરશે પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઈન અભ્યાસનું પણ પ્લાનિંગ કરાઈ રહ્યું છે. સ્કૂલો દ્વારા જો વાલીઓને ફી માટે દબાણ કરાતું હોય તો સરકારને ફરિયાદ કરો. તુરંત પગલાં લેવાશે. લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. એટલે તો સરકાર અનાજ પૂરા પાડે છે. કામધંધા રેગ્યુલર થયા નથી ત્યાં સ્કૂલોની ફી કેવી રીતે ભરે. કોઈ સ્કૂલો ફી ભરવા વાલીઓ પર દબાણ કરે તો સરકારમાં ફરિયાદ કરો.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે શાળાઓ દ્વારા ચાલુ વર્ષની ફીમાં વધારો કરી શકાશે નહીં. તેમજ જો કોઈ બાળકની જૂના વર્ષની ફી બાકી હશે તો ઓક્ટોબર મહિના સુધીમાં ભરવાની છૂટ આપવી પડશે. ચોક્કસ પગલાં ભરશે. લોકડાઉનમાં બધાના કામ ધંધા સજ્જડ બંધ રહેવાને કારણે આવક ન થઈ હોય તો ઘર ચલાવવાના ફાંફા છે ત્યાં બાળકોની ફી ક્યાંથી ભરી શકે. આથી કોઈ સ્કૂલો ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં.

કોરોનાનું સંક્રમણ બાળકોમાં ઝડપથી લાગી જાય છે માટે બાળકોની ચિંતા પહેલી કરવામાં આવશે. સાથે અભ્યાસ ન બગડે તેને પણ ધ્યાન રાખવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે બાળકોની જીંદગી સાથે તેનો અભ્યાસ ન બગડે તે રીતે સ્કૂલો કેવી રીતે ચાલુ કરવી તેની સ્કૂલ સંચાલકો સાથે મળીને વાતચીત કર્યા પછી જ કંઈક નિર્ણય લેવાશે. વાતાવરણ સ્વચ્છ થાય અર્થાત કોરોના સંક્રમણ ઘટે પછી જ સ્કૂલો ચાલુ કરવા નિર્ણય લેવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x