રાજયનું 12 કોમર્સનું પરિણામ જાહેર, કુલ પરિણામ 76.29%.
ગાંધીનગર :
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. માર્ચ 2020 માં રાજ્યમાં કુલ 5.27 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યનું કુલ પરિણામ 76.29% છે. જેમાં પાટણ જિલ્લાનું સૌથી વધુ અને જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના પરિણામો બાદ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થતા આગામી સમયમાં કૉલેજમાં એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી શકાશે.
ગત શુક્રવારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે રાજ્યમાં 15 ઑગેસ્ટ સુધી શાળા-કૉલેજો ખુલવાની કોઈ શક્યતા નથી. તેવામાં આ પરિણામ માત્ર પ્રવેશ પ્રક્રિયા માટે ઉપયોગ થશે. જોકે, ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ પણ હજુ પ્રૉફેશનલ અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ અપાશે તે નક્કી નથી ત્યારે આ પરિણામ બાદ કૉલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.