ભાવનગરમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે હવે પોતાના હસ્તગત કરી લીધો : હવે રોપેક્ષ સેવા શરૂ થશે
ભાવનગરઃ
શહેરનું ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટ જ્યારથી અમલમાં ન હોતો મુકાયો ત્યારથી તે મુદ્દો સતત ચર્ચામાં જ રહ્યો છે. વડાપ્રધાન મોદી ગુજરાતનાં સીએમ હતાં ત્યારથી શરુ થયેલો ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ જહાજમાં બેસીને રો-રો ફેરીનું ઉદ્ધાટન કર્યું હતું. શહેરમાં ચાલી રહેલા ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે હવે પોતાના હસ્તગત કરી લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘોઘા-દહેજ બાદ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જેને લઇને હજીરા ખાતે 600 મીટર વોટર ફ્રન્ટની જેટીનું નિર્માણ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) હજીરા બંદરે જેટી તૈયાર કરાશે. 2017માં શરુ થયેલી પરંતુ ત્યારથી જ ડચકા ખાતી રો-રો ફેરીને બચાવી લેવા માટેનો આ સૌથી મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ડીપીટીનાં સૂત્રોનું માનીએ તો, હજીરામાં જેટી બનાવવા માટેનું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડાશે. આ અગાઉ પણ દહેજને બદલે હજીરા વધુ યોગ્ય ગણવામાં આવતું. ભાવનગરમાં ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી પ્રોજેકટ કેન્દ્ર સરકારે પોતાના હસ્તગત કરી લીધો છે. ઘોઘા-દહેજ બાદ ઘોઘા હજીરા વચ્ચે રોપેક્ષ સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દહેજમાં કાપની સમસ્યાને કારણે હજીરામાં નવી જેટી બનશે. તમને જણાવી દઇએ કે 600 મીટર વોટર ફ્રન્ટની જેટીનું હજીરામાં નિર્માણ કરાશે. એમ્પાવર કમિટીએ હજીરાનાં સ્થળની ભલામણ પણ કરી છે. ઘોઘાનું ટર્મિનલ પણ કેન્દ્રને ટ્રાન્સફર કરાશે. મહત્વનું છે કે હજીરામાં હાલમાં ટેમ્પરરી જેટી બનાવવા માટે GMB જમીન ઉપલબ્ધ કરાવશે. ડીપીટીએ તેનું ટેન્ડર પણ ફાઈલ કરી દીધું છે અને ત્રણેક મહિનામાં આ કામ પૂરું કરી દેવાશે. તે જ જગ્યાએ એક વર્ષમાં કાયમી જેટી ઉભી કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રો-રો ફેરી જે રુટ પર દોડી રહી છે ત્યાં સમુદ્ર જરુર પ્રમાણે ઉંડો ના હોવાને કારણે તેને ચલાવવી મુશ્કેલ બની રહી છે. ફેરીનાં એન્જિનમાં દરિયાની રેતી ઘૂસી જતા તેને મોટું નુક્સાન પણ થઈ ચૂક્યું છે અને તેનાં કારણે ઘણી વાર દિવસો સુધી રો-રો ફેરી બંધ રાખવી પડી છે.