ગુજરાત

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપને મળ્યો આકરો ઝાટકો, પબુભા માણેક નહીં આપી શકે મત.

ગાંધીનગર :
દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપને આજે એક મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રીમમાંથી રાહત મળી નથી. રાજયસભાની ચૂંટણીના મતદાન પહેલા ગુજરાત ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક રાજયસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સભ્યપદ રદ કરવાના આદેશ સામે સ્ટે આપ્યો નથી. ભાજપનું સંખ્યાબળ ૧૦૩નું જ રહેશે. રાજયસભાની ત્રીજી બેઠક જીતવા ભાજપ માટે એક એક મત મહત્વનો છે ત્યારે આ સમાચાર ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકે તેમ છે તે આગામી સમય બતાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પિટિશનનો ચુકાદો આપતા ૮૨ દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જેના બાદ પબુભા માણેક સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. તેમણે રાહત માટે સુપ્રીમમાં અપીલ કરી હતી, પંરતુ સુપ્રીમે તેને ફગાવી દીધી હતી. પબુભાની માંગણી સ્વીકારવામાં આવી નથી. શું ભૂલ હતી ફોર્મમાં કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે, પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે. જેને લઇ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. ત્યારે મેરામણભાઇ ગોરીયાએ તેમના વકીલ દ્વારા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે, ભાજપના ઉમેદવાર પબુભા માણેક જે ફોર્મ ભર્યુ હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઇ વિધાનસભા લડવા માગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પર ચૂંટણી લડી શકયા હતા. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે પબુભા માણેકે નોમિનેશન ફોર્મમાં પોતાની વિધાનસભા સીટ દ્વારકાનો ઉલ્લેખ કરતા જ ભૂલી ગયા હતા છતાં ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય કર્યું હતું. બાદમાં વિધાનસભાના રિઝલ્ટને મેરામણભાઇ આહિરે પડકાર્યું હતું ત્યારે પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ અયોગ્ય હોય વિધાનસભા ચૂંટણીના ૨ વર્ષ બાદ હાઇકોર્ટે તેમની યોગ્યતાને અમાન્ય ગણાવી દીધી છે ત્યારે ગુજરાતની દ્વારકા વિધાનસભા સીટ ખાલી થઇ છે. જોકે આ મામલે ચૂંટણી પંચે હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી, ત્યારે દ્વારકા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી થાય તેવી શકયતા છે. પબૂભા માણેક ગુજરાતની રણનીતિમાં ચર્ચીત હસ્તીઓમાં તેની ગણતરી થાય છે. પબૂભા માણેક ૧૯૯૦થી ગુજરાતમાં બીજેપીના ધારાસભ્ય રહ્યા છે. તે ૧૯૯૦થી લઈને અત્યાર સુધી ૭ વિધાનસભાની ચૂંટણીઓ લડી ચૂકયા છે અને દરેક વખતે મોટા અંતરની સાથે ચૂંટણી જીતતા આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x