ચીને ભારત ઉપર શા માટે કર્યો હુમલો, જાણીને ચોંકી જશો !
લદ્દાખ :
આજરોજ લદ્દાખની LAC પર ભારત-ચીનનાં સૈન્ય વચ્ચે અથડામણ થઇ છે, જેમાં બે જવાન શહીદ થયા છે. આ કારણથી સમગ્ર દેશમાં ગુસ્સો છે અને સાથે જ ચીન પર વળતો હુમલો કરવાની માંગ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ આ હુમલાથી ગરમાયું છે અને ઇંગ્લેન્ડનાં એક અખબારે તો ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હોવાના અણસાર છે, એવું જણાવ્યું હતું. આ હુમલા પાછળ ચીનનું આંતરિક રાજકારણ જવાબદાર હોઇ શકે, તેવું કેટલાંક નિષ્ણાતોનું માનવું છે. છેલ્લાં કેટલાંક સમયથી શી જિનપિંગ કે જે ચાઇનીઝ પ્રેસિડેન્ટ છે અને એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે, તેમનો પ્રભાવ ઘટી રહ્યો છે. માટે બીજા દેશ પર હુમલો કરીપોતાનો પ્રભાવ ફરી મજબૂત કરવા માટે આ આખી ઘટના ઊભી કરી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
એવું પણ કહેવાઇ રહ્યું છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા દેશમાં કોરોનાને લીધે જે છબી ખરડાઇ છે, તેને સુધારવા માટે નેતાઓને કામે લગાડ્યા છે. ત્યારે પ્રેસિડેન્ટ પોતે પણ સૈન્યને આ આદેશ આપીને હુમલો કરાવી શકે છે, જેનાથી તેનું વર્ચસ્વ ફરી કાયમ થાય.