ચીન સામે અથડામણમાં 20 જવાનો થયા શહીદ!
લદ્દાખ :
ભારત-ચીન સરહદ પર વિસ્ફોટક સ્થિતિ ઉભી થઇ છે. 1967 બાદ આજે સૌથી વિસ્ફોટક સ્થિતિ બની છે. પૂર્વીય લદ્દાખમાં LAC પર યુદ્ધ જેવો માહોલ બન્યો છે. શું ડ્રેગનનો ઈરાદો ધાર્યા બહાર ખતરનાક છે ? ચીન રીતસર નફ્ફટાઈ પર ઉતરી આવ્યું છે. આજે ગાલવાન વેલીમાં ચીન સાથે થયેલી અથડામણમાં ભારતનાં 10 જેટલાં જવાનો શહીદ થયા હોવાનું અનુમાન છે. આ પહેલાં બપોરે બે જવાન શહીદ થયાં હોવાના સમાચાર કન્ફર્મ થયા હતા.
ANI દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભારત-ચીન વચ્ચે ઘર્ષણ મામલો, સરકારી સૂત્રો મુજબ ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે તેમજ ચીનના પણ 43 સૈનિકો માર્યા ગયા અથવા ગંભીર રીતે ઘાયલ થવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે, જે આંકડાઓ હજી સુધી કન્ફર્મ થઇ શક્યા નથી.