ગાંધીનગરગુજરાત

રાજ્યમાં નહીં થાય વિકાસ, સરકારને 4300 કરોડનો પડશે ફટકો

ગાંધીનગર :
સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીના માધ્યમથી વર્તમાન નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં સ્ટેમ્પ ડયુટીથી વાષક રૂ. 8700 કરોડની થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આમ દર મહિને સરેરાશ રૂ. 700 કરોડની આવક સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફી થી થાય છે. પરંતુ એપ્રિલ મહિનામાં સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની આવક ફક્ત રૂ. 5 કરોડ જ્યારે મે મહિનામાં આ આવક ફક્ત રૂ. 25 કરોડની આવક થઈ છે. લોકડાઉન પછીના સમયમાં તબક્કાવાર સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ છે, પરંતુ સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફી ની આવકમાં આશરે 45થી 50 ટકાના એટલે કે રૂા. 3900 થી 4300 કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે. સ્ટેમ્પ ડયૂટીની આવકમાં સરકારે ઘટાડાના મૂકેલા અંદાજને જોતાં રિયલ એસ્ટેટનું માર્કેટ 2020-21માં બહુ જ ખરાબ રહેવાની શક્યતા છે. તેમાં થતાં વેચાણમાં 50 ટકાનું ગાબડું પડવાની સંભાવના રહેલી છે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવેલી 212 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા સર્ચ રીપોર્ટ, મોર્ગેજ ડીડ અને રીલીઝ ડીડની સેવાઓ શરૂ કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતા. સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાની ગોઠવણ કરી હતી. અગાઉ ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1લી જાન્યુ-2020થી 1 જુલાઈ 2021 સુધી સ્થગિત કરી દેવાના નિર્ણયને પરિણામે ગુજરાત સરકારના ખર્ચમાં રૂા. 3400 કરોડની બચત થશે. સરકારે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખર્ચ ઘટે તે માટે કેટલાક કરકસરના પગલાઓ લીધા છે .

આ પગલાંના ભાગરૂપે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના માસિક વેતનમાં માર્ચ 2021 સુધી 30 ટકાનો કાપ મુકવામાં આવે છે. એ જ રીતે ધારાસભ્ય વિસ્તાર વિકાસના કામો મુલતવી રાખી તે ગ્રાન્ટની બચત કરવામાં આવી છે. એજ રીતે રાજ્યના કર્મચારીઓને દર છ મહિને જે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે 1લી જાન્યુઆરી, 2020થી 1લી જુલાઈ, 2021 સુધી ફ્રીઝ કરવાનો પણ નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે જેના પરિણામે રૂા. 3400 કરોડની બચત થશે. નવા વાહનો, નવું ફર્નીચર, કોમ્પ્યુટર વગરે સાધનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x