ગુજરાત

Online ક્લાસ વિદ્યાર્થીઓ માટે ખતરો, બાળકોની તબિયત પર અસર

કોરોનાને લઇને વિશ્વ થંભી ચુક્યુ છે ત્યારે તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. દેશભરમાં સ્કુલો ક્યારે શરૂ કરવામા આવશે તે અંગે સરકાર હાલ કઇં કહેવા તૈયાર નથી. ત્યારે ખાનગી સ્કુલો ફી ઉધરાવવાને લઇને ઓનલાઇન એજ્યુકેશન આપી રહી હોવાનુ સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે, ત્યારે ખાનગી સ્કુલોએ ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. પરંતુ ઓનલાઇન ક્લાસ ફેઈલ થઇ રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ઇન્ટરનેટની સમસ્યા, વન ટુ વન સેશન ન થતું હોવાનું ઉપરાંત ડીવાઇસ ની સમસ્યા સહીતની અનેક સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ખુદ વિદ્યાર્થીઓ પણ માને છે કે ઓનલાઇન એજ્યુકેશન કરતાં ક્લાસમાં અપાતું શિક્ષણ વધુ ફાયદાકારક છે.

-ઓનલાઇન ક્લાસની સીધી અસર બાળકોના તબિયત પર
-રેડિયેશનનો સૌથી મોટો ખતરો વિદ્યાર્થીઓ પર
-ક્રોનિક હેડએક પણ વિદ્યાર્થીઓને થઇ શકે
-આંખોની સમસ્યા થવાનો ભય
-માનસિક અસર થવાની સંભાવના
-ઇન્ટરનેટની કનેક્ટીવીટીની સૌથી મોટી સમસ્યા
-વન ટુ વન સેશન ન થતા વિદ્યાર્થીઓને પડી રહી છે તકલીફ
-એક જ ડિવાઇસ ઘરમા હોય તો અન્ય વિદ્યાર્થીઓને પડી શકે છે તકલીફ
-ઓનલાઇન એજ્યુકેશનથી શિક્ષણની ગુણવત્તા જળવાતી નથી

ઓનલાઇન ક્લાસની સાઇડ ઇફેક્ટની પણ વાત કરવામા આવે તો નાના બાળકો માટે તે ઘાતક નિવડી શકે છે. આવનાર સમયમાં વિદ્યાર્થીઓના હેલ્થ પર તેની ઉંડી અસરો પડી શકે છે. વધુ પડતાં મોબાઇલ ડિવાઇસ વાપરવાથી રેડિયેશનનો ખતરો, માથું દુખવું, આંખોના નંબર આવવા સહીતની સમસ્યાઓનો સામનો બાળકોએ કરવો પડી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x