ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં ૭૧મા વન મહોત્સવમાં ૪ લાખ રોપાઓના વિતરણનું આયોજન : કલેકટરશ્રી

ગાંધીનગર :
૭૧મા વન મહોત્સવની જિલ્લા કક્ષાના આયોજનની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી કુલદીપ આર્યએ ઉપસ્થિત અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓને ગાંધીનગર જિલ્લાને વૃક્ષાદિત કરી પર્યાવરણને શુદ્ધ બનાવવા અપીલ કરી છે.
કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું કે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક તો છે જ પણ તેમાંથી કેટલાનો ઉછેર થાય છે તે મહત્વનું છે બિન સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગર પાલિકા ને વન વિભાગ દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ રોપાઓનો પાંચ વર્ષ સુધી ઉછેર ઉપર ધ્યાન આપવામાં આવે તો ખરેખર ગાંધીનગરને આપણે હરિયાળુ બનાવી શકીશું.
કલેકટરશ્રીએ વ્યકિતગત રીતે ખેડૂતો, શાળાઓ, પંચાયતો, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય, કેન્દ્રો, ઔધોગિક એકમો, રોડની બંને સાઇડ, કેનાલોની સાઇડ તેમજ ખરાબાની ખુલ્લી જગ્યાઓ પર શકય તેટલા મહત્તમ રોપા વાવવાનું આયોજન કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં વન મહોત્સવ દરમ્યાન વિતરણ કરવામાં આવનાર રોપના દરની વિગતો આપતાં નાયબ વન સંરક્ષકશ્રી એન.એન.ડામોરે જણાવ્યું કે, ગાંધીનગર માણસા, દહેગામ અને કલોલ તાલુકામાં નર્સરીઓમાંથી રોપા મળેવવા માટે સરકારશ્રીની જોગવાઇ મુજબ ૧૨x૨૦ સે.મી.ની. પોલીથીન બેગમાં આર્યુવેદિક, ફુલછોડ અને વેલા વગેરે પ્રકારના રોપા તથા ૧૫x૨૫ સે.મી. ની પોલીથીન બેગમાં સ્થાનિક રીતે મળી આવતા વિવિધ વૃક્ષની જાતોના રોપા ઉછેરાશે તથા આ પ્રકારની થેલીના રોપાનું મફત વિતરણ કરાશે. કોઇપણ વ્યકિત / સંસ્થાને પોતાના ઉપયોગ માટે જોઇએ તેટલા રોપા મફત આપવામાં આવશે અને ૧૦૦ થી વધુ રોપા ઉછેરનારને માર્ગદર્શન આપવામાં આવશે અને વાવેતર પછી સામાજીક વનીકરણ ક્ષેત્રે યથાયોગ્ય મોડલ હેઠળ સમાવેશ કરાશે.
મુલ્યથી રોપા વિતરણઃ- ૨૦.૨૦ સેમી. સાઇઝની થેલીના રોપાઓ રૂા.૫.૦૦, ૨૦.૩૦ સેમી. સાઇઝની થેલીના રોપાઓ રૂા.૭.૫૦, ૩૦.૪૦ સેમી. સાઇઝની થેલીના રોપાઓ રૂા.૧૫.૦૦ તથા અન્ય મોટી થેલી રૂા.૧૦૦ની કિંમતે વેચાણથી આપવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, શાલિની દુહાત, અધિક કલેકટરશ્રી એમ.એમ.જાડેજા પ્રાંત અધિકારીશ્રી, વિવિધ ડિર્પાટમેન્ટના અધિકારીઓ તેમજ પર્યાવરણપ્રેમી સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x