રાજ્યમાં કોરોનાના કુલ કેસ 29,578 નોંધાયા, કુલ 1,754 મોત.
ગાંધીનગર :
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 577 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 29,578 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 1,754 મોત નિપજ્યાં છે તેમજ કુલ 21,506 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.
• અમદાવાદ : 19839
• રાજકોટ : 215
• સુરત : 3876
• વડોદરા : 2029
• ભાવનગર : 218
• કચ્છ : 127
• મહેસાણા : 228
• ગીર સોમનાથ : 67
• પોરબંદર : 14
• પંચમહાલ : 159
• પાટણ : 154
• છોટાઉદેપુર : 46
• જામનગર : 174
• મોરબી : 11
• સાબરકાંઠા : 158
• આણંદ : 174
• દાહોદ : 55
• ભરૂચ : 181
• બનાસકાંઠા : 168
• ગાંધીનગર : 602
• ખેડા : 132
• બોટાદ : 78
• નર્મદા : 79
• અરવલ્લી : 186
• મહીસાગર : 133
• નવસારી : 64
• તાપી : 06
• વલસાડ : 88
• જૂનાગઢ : 74
• સુરેન્દ્રનગર : 106
• દેવભૂમિ દ્વારકા : 20
• ડાંગ : 04
• અમરેલી : 54