ગુજરાત

સુરતમાં રેકોર્ડબ્રેક 217 વ્યક્તિઓને કોરોના, વરાછા-કતારગામમાં ‘કોરોના બોમ્બ’ ફૂટ્યો

સુરત :
સુરતમાં (surat) કોરોનાના (coronavirus cases) દર્દી સતત વધી (Hike) રહ્યા છે, ત્યારે આજે વધુ217 દર્દીનો (217 corona cases) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં 32 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5055 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત (6 deaths) સાથે મરણ આંક 180 પર પહોંચ્યો છે, તેવામાં આજે 185 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા217 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4530 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 32 કેસ સાથે દર્દી સંખ્યા 525 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 5055 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક180 થયો છે. જેમાંથી 15 મૃત્યુ જિલ્લાના છે અને 165 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 185 ત્દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3098 થઈ છે. જેમાંથી જિલ્લાના 276 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x