ગાંધીનગર મહાપાલિકાના સે-૫/એ અને ધોળાકુવા ગામના કુલ- ૫૪ ઘરોને કન્ટેન્ટમેન્ટ એરિયામાં સમાવેશ
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સેકટર- ૫/એ ની ચાર ઘરોની વસ્તી અને ઘોળાકુવા ગામના દંતાલીવાસના ૫૦ ઘરોની વસ્તી ઘરાવતા સમગ્ર વિસ્તારને કેન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરએ એક જાહેરનામું બહાર પાડી જાહેર કર્યો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણે જાહેરનામામાં જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ કોવિડ- ૧૯ના કેસો નોંધાયેલ છે. જે બાબતે કેન્દ્ર અને રાજય સરકારના સમયાંતરે નોવેલ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ઘયને લેતાં ગાંધીનગર મહાગનરપાલિકાના સેકટર-૫ અને ધોળાકુવા વિસ્તારમાં કોરોના વાયરસનો પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવાની શક્યાતાઓ સોશિયલ ડિસ્ટન્સીંગના અભાવે વધી રહેલ છે.
ગાંધીનગરના સેકટર-૫/એમાં આવેલા પ્લોટ નંબર – ૧૯૨/૨, ૧૯૩/૧, ૨૦૪/૧, ૨૦૪/૨ ને આવરી લેતા અંદાજીત ૪ ઘરોમાં રહેતા ૧૮ જેટલી વસ્તી ઘરાવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ધોળાકુવા ગામાં રામદેવપીર મંદિર પાસે આવેલા દંતાણી વાસમાં અંદાજીત ૫૦ ઘરોમાં ૨૩૭ વ્યક્તિઓ ઘરાવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.