ગાંધીનગરની વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા બાળકો માટે શિક્ષણ સાથે ઈત્તર પ્રવૃતિના ક્લાસ પણ ઓનલાઇન.
ગાંધીનગર :
વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસના બાળકો માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવવા અને નવીન શીખવવાના હેતુથી ઈત્તર પ્રવૃતિના ઓનલાઇન ક્લાસીસ પણ ચાલી રહ્યા છે. દરેક વિષયના નિયમિત ચાલી રહેલા ઓનલાઇન ક્લાસીસ ઉપરાંત દર શનિવારે બાળકોની તંદુરસ્તી માટે પી. ટી. – યોગાના ઓનલાઇન ક્લાસીસ તથા બાળકોને નવીન શીખવવાના હેતુથી આર્ટ અને ક્રાફ્ટ તથા ડાન્સના ઓનલાઇન સેશન્સ પણ ચાલી રહ્યા છે. બાળકો ભણવા ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિમાં પણ રસ દાખવી શકે તે હેતુથી આ ઈત્તર પ્રવૃતિના વર્ગો પણ શનિવારે રાખવામાં આવે છે. બાળકોને નિયમિતપણે નવું શીખવાનું વલણ, ધગશ અને શોખ હોય છે. શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી, બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા ઈત્તર પ્રવૃત્તિઓ પણ સાથે કરાવવાની યોજના બનાવવામાં આવી છે. આ ઓનલાઇન ક્લાસમાં પણ બાળકો નવું શીખી અને ઉત્સાહથી ભાગ લે છે.