ગાંધીનગર જિલ્લામાં ૧૫ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા, ૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૫ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. વધુ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૯ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મરણ થયું છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૯મી જૂન, ૨૦૨૦ના સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર તાલુકામાં ચાર, દહેગામ શહેરમાં એક, માણસા તાલુકામાં ત્રણ અને કલોલ તાલુકામાં સાત મળી કુલ- ૧૫ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાય છે. જેમાં ગાંધીનગર તાલુકામાં વાવોલ ગામમાં ૬૧ વર્ષીય પુરૂષ, છાલા ગામમાં ૬૦ વર્ષીય પુરૂષ, સરઢવ ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ અને કોબા ગામમાં ૨૬ વર્ષીય સ્ત્રીને કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. દહેગામ શહેરમાં ૫૨ વર્ષીય મહિલા અને માણસા શહેરમાં ૪૭ અને ૩૪ વર્ષીય મહિલા અને ૫૧ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમજ કલોલ તાલુકામાં જાસપુર ગામ ખાતે ૪૮ વર્ષીય પુરૂષ, પાનસર ગામ ખાતે ૩૫ વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં ૬૧,૩૨,૩૯ અને ૬૦ વર્ષીય પુરૂષ અને ૫૩ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. આજે ગાંધીનગર તાલુકાના હાઇબીપી અને ડાયાબિટીસ અને સીકેડીની બિમારી ઘરાવતા ૭૨ વર્ષીય પુરૂષનું લોટસ હોસ્પિટલ અમદાવાદ ખાતે મૃત્યૃ થયું છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કુલ- ૪૬૩ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. ૩૨૪ દર્દોઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૫ વ્યક્તિઓના મૃત્યૃ થયા છે.ગાંધીનગર જિલ્લામાં ૧૫,૫૭૧ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.