ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

1 જૂલાઇથી અનલોક-2ની થશે શરૂઆત, અનલોક-2ની ગાઇડલાઇન જાહેર

નવી દિલ્હી :

1 જૂલાઇથી અનલોક-2ની થશે શરૂઆત, અનલોક-2ની ગાઇડલાઇન જાહેર
દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
અનલોક-2ની ગાઇડલાઇન અનુસાર, અનલૉક-2માં 31 જૂલાઈ સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉન લાગૂ રહેશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતના કામોને જ મંજૂરી મળશે. 1 જૂલાઇથી દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આવશ્યકની સેવાઓ માટે છૂટ મળશે. 31 જૂલાઇ સુધી તમામ શાળા-કોલેજો બંધ રહેશે. દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થશે.કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે જેને લઇને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શાળા-કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો રેલ, સિનેમાઘરો, જીમ, પૂલ, ધાર્મિક મેળાવડા પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x