ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનાર ૪૩ વ્યક્તિઓ પાસેથી ૮,૦૦૦ થી વધુનો દંડ વસૂલ્યો

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે માસ્ક ન પહેરનાર ૪૩ વ્યક્તિઓ પાસેથી જાહેરનામાનો ભંગ કરવા રૂપિયા ૮,૬૦૦ નો દંડ વસૂલ કર્યો છે. તેમજ ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજરોજ માસ્ક ન પહેરનાર ૧,૩૨૭ વ્યક્તિઓ પાસેથી જાહેરનામાનો ભંગ કરવા બદલ રૂપિયા ૨,૬૫,૪૦૦/- નો દંડ વસૂલ કર્યો છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લાના તમામ વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ભાગરુપે માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે અંતર્ગત આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય કક્ષાએ માસ્ક ન પહેરી ફરતાં વ્યક્તિઓને પકડી પાડવા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે સવારથી માસ્ક ન પહેરી ફરતાં વ્યક્તિઓને પકડી પાડવા માટે રચના કરવામાં આવેલી ટીમો કાર્યરત બની હતી. જેમાં સેકટર- ૧૬, સેકટર-૨૧ માર્કેટ, ઇન્ફોસીટી વિસ્તાર અને સચિવાલય ખાતે માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરતાં લોકો દંડ કરવામાં આવ્યો હતો. આજે જુના સચિવાલયના બ્લોક નંબર- ૫ ખાતે ઉભી રહેલી ટીમ દ્વારા આઠ વ્યક્તિઓને માસ્ક ન પહેરેલા ઝડપી પાડયા હતા. જેમની પાસેથી જાહેરનામાના ભંગ બદલ રૂપિયા ૧૬૦૦/- નો દંડ વસૂલ કર્યો હતો. તેમજ અન્ય ટીમો દ્વારા ૩૫ વ્યક્તિઓને પકડી પાડયા હતા. જાહેરનામાનો ભંગ કરવા બદલ રૂપિયા ૭ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડાના આદેશ અનુસાર ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રએ જિલ્લાના ચાર તાલુકાના વિવિધ સ્થળોએથી આજના દિવસમાં માસ્ક ન પહેરલા હોય તેવા ૧,૩૨૭ વ્યક્તિઓને પકડી પાડયા હતા. જેમાં સેકટર-૨૧ પોલીસ સ્ટેશનને ૧૩, સેકટર-૭ પોલીસ સ્ટેશનને ૯૮, પેથાપુર પોલીસ સ્ટેશનને ૭૩, ડભોડા પોલીસ સ્ટેશને ૫૦, ચિલોડા પોલીસ સ્ટેશને ૧૧૯, દહેગામ પોલીસ સ્ટેશનને ૧૩૮, રખિયાલ પોલીસ સ્ટેશન ૭૧, ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનને ૧૫૯, મહિલા પોલીસ સ્ટેશને ૪૫, અડાલજ પોલીસ સ્ટેશનને ૭૧, કલોલ શહેર પોલીસ સ્ટેશનને ૮૮, કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ૭૮, માણસા પોલીસ સ્ટેશનને ૧૩૭, સાંતેજ પોલીસ સ્ટેશને ૩૭, ટ્રાફિક પોલીસ શાખાએ ૧૩૭ અને એલ.સી.બી. શાખાએ ૧૩ વ્યક્તિઓને માસ્ક ન પહેરલા પકડી પાડયા હતા. જેમની પાસેથી જાહેરનામાનો ભંગ કરવા પકડાયેલ તમામ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૨૦૦/- લેખે ૧૩૨૭ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૨,૬૫,૪૦૦ નો દંડ વસૂલ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x