ગાંધીનગર

ગાંધીનગર તાલુકાના ગૌચર અને ગામતળની જમીનમાં દબાણ દૂર કરવા DDOએ કર્યો આદેશ

ગાંધીનગર :
તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની લાંબા સમયની પડતર અરજીઓ સંદર્ભે નિયમોઅનુસાર ઝડપી કાર્યવાહી કરવા. તેમજ ગૌચર અને ગામતળના દબાણો સંદર્ભે જરૂરી વિગતોની ચકાસણી કરી જો દબાણ માલૂમ પડે તો દબાણ દૂર કરવા માટેની સૂચના આજરોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને ગાંધીનગર તાલુકા પંચાયતની મુલાકાત દરમ્યાન યોજાયેલ સમીક્ષા બેઠકમાં સંબંધિત અધિકારીઓને આપી હતી.
ગાંધીનગર તાલુકા પંચાયતની મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ જેવી કે પ્રઘાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમૂ યોજના, મનરેગા જેવી ફલેગશીપ યોજનાઓની કામગીરીની માહિતી મેળવી હતી. આ યોજનાઓ લોકાભિમુખ અમલીકરણ કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. મનરેગા યોજના અંતર્ગત ચાલતા વનીકરણ કામો અંગેની માહિતી મેળવી હતી. તેમજ સરકારની મિયાવાકી જંગલ પઘ્ઘતિથી ચાર થી પાંચ જેટલા ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવે તેવી સુચારું આયોજન કરવા પણ જણાવ્યું હતું.
વધુમાં તેમણે આંગવાડીઓ ખરા અર્થમાં નંદઘર બને તે માટે આંગણવાડીમાં ખુટતી સુવિઘાઓ અંગે જરૂરી વિગતો તૈયાર કરી મોકલી આપવા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીને સૂચના આપી હતી. તાલુકાની પ્રાથમિક શાળાઓમાં જર્જરીત ઓરડાની વિગતો સંકલિત કરીને મોકલી આપવા તાલુકા શિક્ષણાઘિકારીશ્રીને ભારપુર્વક જણાવ્યું હતું.
તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકાસ કામો ટકાઉ અને ગુણવત્તાયુક્ત બને તથા સ્થળની મુલાકાત કર્યા બાદ જે તે વિકાસના કામની તાંત્રિક મંજૂરી આપવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ અધિક મદદનીશ ઇજનેરશ્રીને સૂચના આપી હતી. તેની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોની લાંબા સમયની પડતર અરજીઓ સંદર્ભે નિયમોઅનુસાર ઝડપી કાર્યવાહી કરવા ભારપુર્વક જણાવ્યું છે. તેમણે ગૌચર અને ગામતળના દબાણો સંદર્ભે જરૂરી વિગતોની ચકાસણી કરી જો દબાણ માલૂમ પડે તો દબાણ દૂર કરવા વિસ્તરણ અધિકારીને સૂચના આપી છે. તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુઘી પહોંચે તે અંગે સૌ કર્મચારીશ્રીઓને નિયમતિ નિષ્ઠાપુર્વક ફરજ બજાવવા અપીલ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x