મનોરંજન

અભિનેત્રી ભૂમિ પેડણેકર સુશાંત સિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબોને ભોજન કરાવશે

મુંબઇ :

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનાપરિવાર, મિત્રો સહ-કલકારો તેમજ પ્રશંસકો આઘાતમાંથી હજી બહાર આવ્યા નથી. સુશાંત સાથે સોનચિડિયામાં કામ કરી ચુકેલી ભૂમિ પેડણેકર પણ સુશાંત જેવા મિત્રને ગુમાવાથી શોકમાં છે. તેણે પોતાના મિત્રની યાદમાં ૫૫૦ પરિવારોને ભોજન કરવાનો નિર્ણય કર્યો છે. તે આ સદકાર્ય અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞાા ફાઉન્ડેશન સાથે મળીને કરવાની છે.

ભૂમિએ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની ઘોષણા કરી છે. તેણે પોસ્ટ કર્યું છે કે, મારા પ્યારા મિત્રની યાદમાં એકસાથ ફાઉન્ડેશનના માધ્યમથી ૫૫૦ ગરીબ પરિવારોને ખાવાનું ખવડાવાની પ્રતિજ્ઞાા લઉં છું. આવો આપણે પણ દરેક જરૂરિયાતો પ્રતિ કરુણા અને પ્રેમ જાહેર કરીએ. હવે આ પહેલી પ્રાથમિકતા થઇ ગઇ છે.

ભૂમિએ સુશાંતને યાદ કરતા ઘણી પોસ્ટ કરી છે. તેણે સુશાંત સાથેની સોનચિડિયા સેટ પરથી પોતાની એક તસવીર પણ શેર કરી હતી. તેણે તસવીર શેર કરતાં લખ્યું છે કે, શોકમાં છું અને દિલ તો જાણે તૂટી ગયું છે…વિશ્વાસ નથી આવતો… તારાઓને તાકવાથી લઇ તમારી અંતહીન વાતો સુધી…. હવે હું તમને તારાઓની વચ્ચે જ જોઇશ તમે હંમેશા મારા માટે એક સ્ટાર જ રહેશો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x