ગાંધીનગર

ગુરુ પૂર્ણિમા નિમિતે ઑનલાઈન કવિ સંમેલનનું ઉદ્ઘાટન આદરણીય શ્રી દંડી બાપુ કલોલ ધમાસણા આશ્રમ દ્વારા કરવામાં આવશે

કલોલ :
ગુરુ પૂર્ણિમા નિમિતે ઑન લાઈન કવિ સંમેલન તારીખ ૫ જુલાઇ ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે ગાંધીનગર સાહિત્ય સંસ્થાન દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. જેનું ઉદ્ઘાટન આદરણીય શ્રી દંડી બાપુ ધમાસણા કલોલ દ્વારા બપોરે બે વાગ્યે કરવામાં આવશે.
જે કવિ લેખક આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઇચ્છતા હોય તેમણે વોટસઅપ ગ્રૂપમાં જોડાઈ જવું અને ભાગ લેવા માટે પોતાની વિગત રજૂ કરવી, લિંક થી જોડાઈ જશો,
https://chat.whatsapp.com/Hfu5p9lRJ2Z4eSAWglUMVl
લિંક થી ન જોડાઈ શક્યા હોય તો ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના વોટસ અપ નંબર 8849794377 પર સંપર્ક કરવો
આ કાર્યક્રમમાં જોડાઈ ઓડિયો ક્લિપ બે થી ત્રણ મિનિટની, ટાઇપ કવિતા, ગીત અથવા ગઝલ તથા આપના ગુરુનો ફોટો ક્રમમાં નામ બોલાય એટલે રજૂ કરવામાં આવે,
કાર્યક્રમમાં ભાગ લેનાર કવિને સન્માન પત્ર આપી નિઃશુલ્ક સમ્માનિત કરવામાં આવશે, કોઈ પણ ધર્મના ગુરુનું અપમાન થાય કે કોઈના દિલમાં ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું, નહીં તો આ અંગે સંસ્થા કોઈ જવાબદાર નથી.
આવો સાથે મળીને આ વિશ્વ વ્યાપી મહામારીમા થી ઉગરવા માટે ગુરુ પૂર્ણિમા નિમિતે ઑન લાઈન કવિ સંમેલનમાં જોડાઈ ગુરુ થકી આપણી વાણી દ્વારા મહામારીમા થી ગુજરાત, ભારત અને વિશ્વને ઉગારવા માટે વિનંતી પ્રભુ સુધી પહોંચાડીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x