આઇ.ટી.આઇ (મહિલા) ગાંધીનગર ખાતે વિના મૂલ્યે તાલીમ મેળવવાની તક.
ગાંધીનગર :
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર (મહિલા) ખાતે હાલમાં એડમિશન-૨૦૨૦ પ્રક્રિયાની શરૂઆત થશે જેના અનુસંધાને તારીખ ૨૭/૭/૨૦૨૦ સુધી આઇ.ટી.આઇ. ખાતે મહિલા ઉમેદવરો ઓનલાઈન પ્રવેશ ફોર્મ જમા કરાવી શકે છે. હાલ આઇ.ટી.આઇ ખાતે મહિલાઓને લગતાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ(કોપા), કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, સુઈંગ ટેક્નોલોજી, ફેશન ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી ટ્રેડમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. જેમાં 8 પાસ અને 10 પાસ ઉમેદવારોને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. દરેક ટ્રેડમાં ફાઈનલ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને એન.સી.વી.ટી. નું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે ભારત તેમજ વિદેશમાં નામાંકિત કંપનીઓમાં રોજગારી તેમજ સ્વરોજગારી માટે ઉપયોગી છે. હાલ આઇ.ટી.આઇ. ખાતે દરેક ટ્રેડમાં અદ્યતન મશીનરી, ઇક્વિપમેન્ટ, હેન્ડ ટુલ્સ અને અનુભવી તજજ્ઞ ઈન્સ્ટ્રક્ટરો દ્વારા તાલીમ આપવામાં આવે છે. સંસ્થા ખાતેથી સફળતાપૂર્વક તાલીમ મેળવેલા તાલીમાર્થીઓને નામાંકિત કંપનીઓમાં પ્લેસમેંટ (નોકરી), એપ્રેન્ટિસશીપ તેમજ સ્વરોજગારીની તકો ઉપલબ્ધ થાય છે. આઇ.ટી.આઇ ખાતે અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને સરકારી નિયમો મુજબ સ્કોલરશીપ, બસ કન્સેશન પાસ, સાઈકલ જેવી વિવિધ યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે. વધુ માર્ગદર્શન માટે આઇ.ટી.આઇ. ની વેબસાઈટ www.mahilaitigandhinagar.com તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.itiadmission.gujarat.gov.in સાઈટ જોવી અથવા રૂબરૂ મુલાકાત લેવા આચાર્યશ્રી દ્રારા અખબારી યાદીમાં જણાવાયું છે.