ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત સરકારના ‘કરોડપતિ બાબુઓ’: લક્ઝુરીયસ લાઇફ સ્ટાઇલે સાણસામાં સપડાવ્યા

ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાતના સરકારી બાબુઓ પાસેથી અપ્રમાણસરની મિલકત મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ કર્મચારીઓ પોતાવી વૈભવી લાઇફ સ્ટાઇલને કારણે ACBના ઝાપટામાં ફસાઇ ગયા છે. પાટનગરના બે સહિત રાજ્યના પાંચ સરકારી કર્મચારીઓ સામે એસીબીએ સંકજો કસતા સમગ્ર કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં પટાવાળા તરીકે કામ કરતાં હસમુખ રાવલ પાસેથી 1.18 કરોડ જ્યારે ક્લાસ-2 અધિકારી ભરતગીરી ગોસ્વામી પાસેથી 11.56 કરોડની સંપતિ મળી આવી છે. આલીશાન બંગલોમાં રહેતાં રાવલને તેમની લાઈફ સ્ટાઈલે જ્યારે ગોસ્વામીને એક અરજીએ મુશ્કેલીમાં મુક્યા છે.
બંનેના ઘરે કેવો હતો માહોલ ?
એસીબીની રેડ બાદ દિવ્યભાસ્કરની ટીમે જ્યારે બંને કમર્ચારીઓના ઘરે પહોંચી હતી. હસમુખ રાવલના સે-26 ખાતેના મકાને કોઈ ચહન-પહલ હેખાતી ન હતી પરંતુ ઘરમાંથી બહાર આવેલો યુવક આવતા જતાં બધાને શંકાની નજરથી જોતા હતો. તો તેના સે-24 ખાતેના ફ્લેટ ભાડે આપ્યો હોવાની વિગત મળી છે. તો ભરતગીરી ગોસ્વામીના સેક્ટર-30 ખાતેના મકાન બહાર તાળુ લટકતું જોવા મળ્યું હતું.
ગોસ્વામી સામે સંબંધીએ જ કરી હતી અરજી!
એસીબીના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગોસ્વામી સામે તેમના જ કોઈ સંબંધીએ પુરાવા સાથે ફરિયાદ કરી હતી. ભરતગીરી ગોસ્વામી જીએસપીસીમાં HR અધિકારી હોય તેની પાસે ભરતી-બદલી અને ભથ્થાના મંજૂરીની સત્તા હતી. ત્યારે કહેવાય છે કે ગોસ્વામીએ પોતાની આજ સત્તાનો દુરઉપયોગ કરીને થોડા જ વર્ષોમાં 11 કરોડથી વધુની સંપતિ એકઠી કરી લીધી હતી.  પટાવાળા રાવલનીવાત કરીએ તો તેણે 2004થી 2016ની વચ્ચે પોતાની આવકથી 202 ટકા સંપતિ બનાવી દીધી હતી. પટાવાળા તરીકે કામ કરતા પણ બે કાર ધરાવતા રાવલની હાઈફાઈ લાઈફ જીવતા હતા જેને પગલે તેમની સામે ફરિયાદ ઉઠી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x