ગાંધીનગર જિલ્લા અને શહેરમાં આજે 31 કોરોના પોઝિટીવ કેસ નોધાયા
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 22 અને શહેરમાં 09 કોરોના પોઝિટીવ કેસ મળીને કુલ ૩૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય કક્ષાએ વધુ ૧૧ દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યૃ થયું છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ તા. ૧૪ મી જુલાઇ, ૨૦૨૦ના ૫.૦૦ કલાક પછી ગાંધીનગર તાલુકામાં ૧૩, દહેગામ તાલુકામાં એક, માણસા તાલુકામાં ચાર અને કલોલ તાલુકામાં ચાર મળી ૨૨ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં કુડાસણ ગામમાં ૫૫ વર્ષીય મહિલા અને ૪૦ વર્ષીય પુરૂષ, ન્યુ પાલજ ગામમાં ૫૮ વર્ષીય પુરૂષ, ભાટ ગામમાં ૫૭ વર્ષીય પુરૂષ, ઉવારસદ ગામમાં ૩૮ વર્ષીય મહિલા, શેરથા ગામમાં ૫૬ અને ૩૯ વર્ષીય મહિલા, વાવોલ ગામમાં ૪૨ વર્ષીય મહિલા અને ૧૧ વર્ષીય દીકરી, ઝુંડાલ ગામમાં ૩૭ વર્ષીય યુવાન, રાંધેજા ગામમાં ૩૪ વર્ષીય યુવાન, કસ્તુરીનગરના ૪૭ વર્ષીય પુરૂષ, પેથાપુર ગામમાં ૩૬ વર્ષીય યુવાન અને દહેગામ શહેરમાં ૫૧ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યા છે. માણસા શહેરમાં ૪૧ અને ૫૨ વર્ષીય પુરૂષ, પંધુરા ગામમાં ૪૭ વર્ષીય પુરૂષ અને વેડા ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ, કલોલ તાલુકામાં નાદરી ગામમાં ૩૭ વર્ષીય યુવાન, ઇસંડ ગામમાં ૫૩ વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં ૮૫ વર્ષીય મહિલા અને ૩૭ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે.
જ્યારે આજે ગાંધીનગર શહેરમાં કોરોનાના કુલ 9 પોઝિટિવ કેસો નોંધાયા નોંધાયા છે જેમાં સેક્ટર – 2c મા 1 કેસ, સેક્ટર – 3 મા 2 કેસ, સેક્ટર – 4c મા 1 કેસ, સેક્ટર – 14 મા 1 કેસ, સેક્ટર – 24 મા 1 કેસ, સેક્ટર – 27 મા 2 કેસ, સેક્ટર – 29 મા 1 કેસ નોંધાયા છે.
ગાંધીનગર તાલુકાના હાયપરટેન્શનની બિમારી ધરાવતા ૫૨ વર્ષીય પુરૂષનું આજે મૃત્યૃ થયું છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક ૬૯૦ થયો છે. જેમાં ૧૬૨ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ૪૬૯ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૪૧ વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. ગાંધીનગર જિલ્લામાં ૨૧,૬૪૯ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૨૧,૫૦૩ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન, ૮૬ વ્યક્તિઓને ફેસીલીટી કોરોન્ટાઇન અને ૬૦ વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.