ગાંધીનગર

વિદેશ અભ્યાસ અને રોજગાર & કારકિર્દી માર્ગદર્શન વેબીનાર

ગાંધીનગર :

હાલમાં નોવેલ કોરોના –કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્નો થઇ રહ્યા છે. જેમાં સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેવા સમયમાં યુવાનો અને રોજગારવાન્છુંઓ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે તે આશયથી જીલ્લા રોજગાર કચેરી – ગાંધીનગર તથા સમર્પણ આર્ટસ & કોમર્સ કોલેજ, ગાંધીનગર દ્વારા તા.૨૭/૦૭/૨૦૨૦ ના રોજ ૧૨:૦૦ કલાકે ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીને મુંજવતા પ્રશ્નો, વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો જેવી તમામ સેવાઓ અંગેનું માર્ગદર્શન રોજગાર કચેરીના તજજ્ઞ કેરિયર કાઉન્સેલરો તેમજ ઓવરસીઝ માર્ગદર્શન કેન્દ્ર, અમદાવાદના તજજ્ઞ કાઉન્સેલરશ્રી દ્વારા વિનામુલ્યે પૂરું પાડવામાં આવશે. સેવાઓનો લાભ લેવા માંગતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ https://forms.gle/XMNe1eBFAqLAvmKe9 આ લિંકમાં પોતાનું રજીસ્ટ્રેશન તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૦૨:૦૦ વગ્યા સુધીમાં કરી લેવાનું રહેશે. તેમજ વેબીનારમાં જોડાવવા માટે અલગથી ઝૂમ એપનું લોગીન આઈ.ડી અને પાસવર્ડ આપના ઈ-મેઈલ પર મોકલી આપવામાં આવશે, તેવું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x