ગાંધીનગરગુજરાત

C R પાટીલે BJPના પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, સરકારના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના

ગાંધીનગર :
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે સીઆર પાટીલ (CR Patil)ની નિમણૂક કરી છે. સીઆર પાટીલ ભાજપના (cr patil BJP president) નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે અને લોકસભાની હાઉસિંગ કમિટીના અધ્યક્ષ છે. આજે સવારે 12.39 કલાકે સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. રાજકીય નિષ્ણાતોના મતે સીઆર કુશળ સંગઠક છે અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીના નિકટના નેતા છે.
સીઆર પાટીલના ચાર્જ સંભાળતાની સાથે જ ગાંધીનગરમાં રૂપાણી કેબિનેટના વિસ્તરણની અટકળો તેજ બની છે. આજે ગાંધીનગરમાં મંત્રી આવાસમાં સાફસફાઈના અહેાવાલ છે. ત્રણ બંગલાની સાફ સફાઈ થવાના કારણે રૂપાણી કેબિનેટમાં નવા ચહેરા સામેલ થવાની અટકળો છે, જેમાં પ્રદેશના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને પણ કોઈ જવાબદારી સોંપાવમાં આવી શકે છે. આ સાથે સરકારમાં સંસદીય સચિવોની નિયુક્તિ પણ થઈ શકે છે.

ભાજપની પરંપરા મુજબ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સીઆર પાટીલને સવા રૂપિયો અને શ્રીફળ આપીને પદભાર આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ચાર્જ લીધો હતો. કમલમ ખાતે રાજ્યમાંથી ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x