ગાંધીનગર

ગાંધીનગરની સહજાનંદ સ્કુલ ઓફ એચિવરમાં “ઓનલાઇન જન્માષ્ટમી ઉત્સવ”ની ઉજવણી થઇ.

ગાંધીનગર :
ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે આવેલ સંસ્થા સહજાનંદ સ્કુલ ઓફ એચિવરમાં તારીખ 10- 8- 2020 ના રોજ “ઓનલાઇન જન્માષ્ટમી ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી. બાળકોને આ કોરોના મહામારીમાં ઘેર બેસીને પણ તેમનો વિકાસ અટકે નહિ અને તેમના રોજીંદા જીવનમાં કોઈ ફેરફાર થાય નહિ તેને લઈને સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે અને આ હેતુથી તેમના અભ્યાસની સાથે સાથે મનોરંજનથી કાર્યશીલ રહે તેનું આ સંસ્થા સતત કામ કરતી રહે છે.
આ કદાચ સૌપ્રથમ ઓનલાઇન ઉજવણી હશે. જેમાં બાળકો ઘેરબેઠા આ ઉજવણીમાં અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો અને ઘરેથી જ સ્કૂલ તરફથી પ્રોત્સાહન અને તેમના વાલીઓના સાથ સહકારથી આ ઓનલાઇન ઉજવણી ખૂબ જ સફળ રહી.
આ ઓનલાઇન ઇવેન્ટમાં બાળકોએ અલગ-અલગ પ્રોગ્રામ જેવાકે કાનુડાના જન્મની ઉજવણી, મટકીફોડ, કોરોનાવાયરસ, માસ્ક, દૂધવાળો, રાધાકિશન રાસ અને ફેન્સી ડ્રેસ કોમ્પિટીશન વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ઓનલાઇન ઉજવણીમાં શાળાનો તમામ સ્ટાફ અને બાળકોના વાલીઓના સહકારથી ખુબ જ સરસ રીતે આનંદથી અને ઉલ્લાસ ભેર જન્માષ્ટમીની ઉજવણી થઇ.
આ ટેક્નોલોજીના યુગમાં વાલીઓને પણ ટેકનોલોજીના ઉપયોગ કરવાનો મોકો મળ્યો હતો અને કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રીએ આ Online Event સફળ બનાવવા માટે સંસ્થાનો તમામ સ્ટાફ અને વાલીઓનો આભાર માન્યો હતો. એવુ સંસ્થા દ્વારા જણાવાયુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x