રાજયની યુનિવર્સિટીઓએ ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે 30 સપ્ટે. સુધીમાં પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે.
ગાંધીનગર :
રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે. સાથે જ રાજ્યની યુનિવર્સિટીઓને પરીક્ષા રદ કરવા અંગે કોઈ આદેશ કરાયા ન હોવાની શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ કરવી પૂરી કરી લેવી પડશે. યુનિવર્સીટીઓને પરીક્ષા રદ કરવા મુદે કોઈ આદેશ કરાયા ન હોવાની સ્પષ્ટતા પણ શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ છે. વભાગે જણાવ્યું કે, યુનિવર્સિટીઓએ ભારત સરકારનાં પ્રોટોકોલ પ્રમાણે 30મી સપ્ટેમ્બર પહેલા પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે.
રાજયની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે. ગુજરાત યુનિવર્સીટી અને જીટીયુ દ્વારા ઓગષ્ટમા લેવાનાર પરીક્ષાઓ રદ્દ કર્યા બાદ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગની સ્પષ્ટતામાં યુનિવર્સીટીઓને પરીક્ષા રદ કરવા મુદે કોઈ આદેશ કરાયા ન હોવાની વાત કરી છે. યુનિવર્સીટીઓએ ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે 30મી સપ્ટેમ્બર પહેલા પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે.
ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, જૂનાગઢ યુનિવર્સિટી, પાટણ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઓફલાઈન પરીક્ષા જાહેર કર્યા પછી મોકૂફ રાખવાની ફરજ પડયાં બાદ સફાળા જાગી ઉઠેલા શિક્ષણ વિભાગે આજે સુધારેલો પરિપત્ર કરીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવી યોગ્ય નથી તેમ તમામ યુનિવર્સિટીઓને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં હાલ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા મામલે મતમતાંતર છે. અનેક યુનવર્સિટી દ્વારા પરીક્ષા લેવાઈ ચૂકી છે, તો અનેક યુનિવર્સિટીમાં બાકી છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શક્યતા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે તાજેતરમાં ચર્ચા થઈ હતી. તો જીટીયુના પણ પરીક્ષા બાકી છે. આવામાં આ યુનિવર્સિટીઓના માથે પરીક્ષા વહેલી તકે યોજાઈ લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.