ગાંધીનગર મનપા દ્વારા 74 માં સ્વતંત્રતા પર્વ દિવસની થઈ ઉજવણી
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ 74માં સ્વતંત્ર પર્વની ઉજવણી મેયર રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાંધર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જીગા બાપુ, કમિશનરશ્રી રતનકવર એમ. ગઢવી ચારણ, ડેપ્યુટી કમિશનર પી. સી. દવે, રાજ્ય સભાના સાંસદ નરહરિ અમિન, ધારાસભ્ય સંભુજી ઠાકોર, પૂર્વ એમ.એલ.એ અશોક પટેલ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ ગુડાના ચેરમેન આશિષ દવે, પૂર્વ સહકાર મંત્રી વાડીભાઈ પટેલ, પૂર્વ સંસદીય સચિવ પુનમભાઈ મકવાણા, મધુર ડેરીના ચેરમેન શંકર સિંહ રાણા, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ, રુચિર ભટ્ટ, કનુ દેસાઈ, ભાજપ જીલ્લા મહામંત્રી આઇ. બી. વાઘેલા થી લઈને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર રીટાબેન પટેલ દ્વારા વિકાસના કામોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર દ્વારા કુડાસણ ખાતે સરદાર ચોકમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની પ્રતિમાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મનપામાં સ્ટાફ તરીકે ફરજ બજાવતાં અને કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા કર્મીઓને પ્રોત્સાહન સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.