સરકારા મોટો નિર્ણય: આદિવાસી વિસ્તારોની ખાણ, ખનીજની લીઝ હવે તેમને જ મળશે
ગાંધીનગર:રાજ્યના આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંપદા અપાર છે. આ કુદરતી સંપદાનો હક મેળવવા માટે અત્યાર સુધી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાતી હતી, પણ રાજ્ય સરકારે તાજેતરમાં પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ્ડ એરિયા એક્ટ-1996નો અમલ કરીને આદિવાસી વિસ્તારની 4503 ગ્રામ પંચાયતને લીઝનો કોન્ટ્રાક્ટ આપવાનો અધિકારી આપ્યો છે. પરિણામે આદિવાસી વિસ્તારનાં ગામડાંમાં આદિવાસી હોય અને તે ગામમાં રહેતી હોય તેવી જ વ્યક્તિને લીઝનો કોન્ટ્રાક્ટ મેળવી શકશે.
આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજનો લોકોને જ લીઝનો કોન્ટ્રાક્ટ મળશે
પરિણામે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજનો લોકોને જ લીઝનો કોન્ટ્રાક્ટ મળશે અને ગ્રામસભાને મંજૂરી આપવાની હોવાથી આવા કોન્ટ્રાક્ટ આપવા પાછળ ગ્રામપંચાયતો સામાજિક જવાબદારી હેઠળ ફંડ મેળવીને ગ્રામોત્થાનના કામ પણ કરી શકે છે, તેમ પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું રાજ્યના 4503 આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રચાયેલી 2584 ગ્રામપંચાયતોના હદમાં આવતી કુદરતી સંપદાના હક મેળવવા માટે જે તે ગામની હદમાં આવતા વિસ્તારની લીઝ તેવી જ વ્યકિતને મળશે કે જે આદિવાસી સમાજનો હોય અને તે વિસ્તારમાં જ રહેતો હોય, આ હકની મંજૂરી ગ્રામસભાએ આપવાની રહેશે, તેમ પંચાયત મંત્રી જયંતિ કવાડિયાએ જણાવ્યું હતું.