ગાંધીનગરગુજરાત

‘સાયબર વોર’ માટે કોંગ્રેસ સજ્જ: FB પર ‘બાપુ ફોર ગુજરાત CM’નું પેજ

ગાંધીનગર:ગુજરાતનાં ભુતપુર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજયમાં આવેલા રાજકીય વળાંકો તથા રાજકીય અને સામાજીક ઘટનાઓ બાદ કોગ્રેસની વિધાનસભા જીતવાની આશા પ્રબળ બની છે. કોગ્રેસ સક્રિય પણ બની છે. પરંતુ કોગ્રેંસની આતંરીક બાબતો જ પક્ષને નબળો પાડીને વિરોધીઓને લાભ પહોચાડતી રહી છે. ત્યારે વિધાનસભાની ચુંટણી પુર્વે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવા ‘બાપુ ફોર ગુજરાત સીએમ’ પેજ સક્રિય બનતા કોગ્રેસમાં આંતરીક વિખવાદની શકયતા સેવાઇ રહી છે, કારણ કે કોગ્રેસમાં અન્ય ઉમેદવારો પણ સીએમ બનવાનાં સપના જોઇ બેઠા છે.

‘બાપુ ફોર ગુજરાત સીએમ’નું પેઇજવધુ સક્રિય
ગુજરાત વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી વચ્ચે ગુજરાતમાં જુદા જુદા આંદોલન અને સરકાર સામે ખુલેલા મોરચા જોતા કોગ્રેસ ગેલમાં છે અને સક્રિય પણ બની છે. ત્યારે ફેસબુક પર શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવા ‘બાપુ ફોર ગુજરાત સીએમ’નું પેઇજવધુ સક્રિય થયુ છે અને 57 હજાર જેટલા ફોલોઅર્સ પણ થઇ ગયા છે. આ પેજ પર શંકરસિંહ વાઘેલાની હાજરીમાં તથા અધ્યક્ષતામાં યોજાતા દરેક કાર્યકર્મો અને મિડીયામાં તેમના નામથી છપાતા સમાચારો મુકવામાં આવી રહ્યા છે. પરંતુ કોગ્રેસ દ્વારા આ પેજ બનાવવામા આવ્યુ હોય તેવુ તેમાં થયેલી પોસ્ટ પરથી લાગતુ નથી. ત્યારે આ બાપુનાં કોઇ નજીકનાં અથવા સમર્થક દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હોવાનું લાગી રહ્યુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x