ગુજરાત

અમરેલીની કલેક્ટર કચેરીમાં મહત્વનું આધાર કેન્દ્ર બંધ કરી દેવામાં આવતા શહેરી અને ગ્રામીણ અરજદારોને ધક્કા

અમરેલી :
તમામ સરકારી યોજના તેમજ અન્ય જરૂરિયાતો માટે આાૃધારકાર્ડ ફરજિયાત કરવામાં આવેલું છે, ત્યારે અમરેલી તાલુકાના બોતેર ગામની તેમજ અમરેલી શહેરની દોઢ લાખની જનતા માટે કલેક્ટર કચેરીમાં આધાર કેન્દ્ર બંધ કરી દેવામાં આવતા લોકો ભારે મુશ્કેલીમાં સપડાયેલા છે. તમામ યોજનામાં આધારકાર્ડ બંધ કરવા અથવા આધાર કેન્દ્ર ચાલુ કરવા બુલંદ માગણી ઊઠી છે.

પ્રાપ્ત વિગત મુજબ, સરકારી તેમજ ખાનગી યોજનાઓ માટે અમરેલી તાલુકાની જનતા આાૃધાર કેન્દ્ર વગર નિરાાૃધાર બની જતાં ભારે આક્રોાની લાગણી છવાઈ છે. નવા આાૃધાર કાર્ડના અરજદારો સિમિત પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ આાૃધાર કાર્ડમાં સર્જાયેલ ભુલોનાં કારણે અનેક યોજનામાં આધાર કાર્ડ લીંક થતાં ન હોવાનાં કારણે અરજદારો ભારે મુશ્કેલીમાં સપડાયેલ છે. કોરોના મહામારી વચ્ચે જરૂરતમંદ અરજદારોને આધારકાર્ડ બાનમાં લીધેલા છે. ગામડાની અજાણ પ્રજાના કાર્ડમાં જવાબદાર એજન્સી દ્વારા ભૂલ સર્જી હાલ આવા અરજદારોને દૂર-દૂર ગામડેથી ધરમના ધક્કા થઈ રહ્યા છે. ખાસ કરીને નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબરોમાં ભૂલ સર્જાવાનો ભોગ અરજદારો બની રહ્યા છે.

આાધારકાર્ડમાં શરૂઆતમાં અરજીમાં જન્મતારીખ માટે આાધાર-પુરાવા જોડેલા હતા, તેમ છતાં પણ એજન્સી દ્વારા જન્મ તારીખ નાખવાના બદલે ફક્ત સાલ નાખવામાં આવી હતી. ઈરાદાપૂર્વક એજન્સી દ્વારા કરવામાં આવેલી ભૂલનો ભોગ અરજદારો બનેલા હતા.

આાધારકાર્ડમાં સામાન્ય ભૂલનાં કારણે આઈટી રીટર્ન પણ ભરાતું નથી. સરકારી યોજનામાં જરૂરી આધાર-પુરાવાનાં ઓનલાઈન સુધારા-વધારા થઈ શકે તે અંગે સરકાર દ્વારા કાર્યવાહી કરવી જરૂરી બની છે.

કલેક્ટર કચેરીમાં બંધ કરવામાં આવેલ આધાર કેન્દ્ર ચાલુ કરવા અથવા યોજનાઓમાં આાધારકાર્ડ પુરાવા રૂપે ન માગવા આમ જનતામાં આક્રોશ છવાયો છે. આધારકાર્ડ માટે સેકડો અરજદારોને આધાર કેન્દ્ર બંધ હોવાથી ધરમનાં ધક્કા થઈ રહ્યા છે ત્યારે કલેક્ટર દ્વારા આધાર કેન્દ્ર શરૂ કરાવવું અનિવાર્ય બનેલું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x