મનોરંજન

શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ માટે અઢળક રૂપિયા મેળવે છે.

મુંબઇ :

શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મોમાં કામ નથી કરી રહ્યો, પરંતુ તેની કમાણીમાં કોઇ અછત આવી નથી. કિંગ ખાન આજે પણ અઢળક કમાણી કરી રહ્યો છે. તે બોલીવૂડમાં સ્વયં એક બ્રાન્ડ સમાન ગણાય છે. તે રૂપેરી પડદે ન દેખાતો હોવા છતાં તેની લોકપ્રિયતામાં લગીરે ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયા પર પણ શાહરૂખનો દબદબો છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારા શાહરૂખ ખાનના ઇન્સ્ટાગ્રામ પર ૨૨.૪ મિલિયન લોકો ફોલો કરે છે.મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, શાહરૂખ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે રૂપિયા ૮૦ લાખથી એક કરોડ રૂપિયા મેળવે છે.

સોશિયલ મીડિયા હવે ટોચના બ્રાન્ડ માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. કંપનીઓ માટે આ એક કમાઉ માર્કેટ છે.

શાહરૂખની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તેના અંગત જીવન, ફિલ્મો અને તેની કારકિર્દી વિશે ઘણી માહિતી આપે છે.

કિંગ ખાનની ફિલ્મો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પુષ્કલ કલેકશન કરે છે. તે પોતાના પ્રોડકશનહાઉસમાંથી પણ સારી કમાણી કરી લે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x