આંગડીયામાં ૧૫ ફેબુ્રઆરીથી રોકડની હેરફેર બંધ થઈ જશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ડીપાર્ટમેન્ટ દ્વારા રોકડની હેરાફેરી કરનારા આંગડિયાઓ વિરુદ્ધ કડક પગલાભરવાની અપાયેલી ચેતવણીની અસર થઈ છે જેના ભાગરૃપે દેશભરના આંગડિયાઓએ ૧૫મી ફેબુ્રઆરીથી રોકડ રકમની હેરફેર કરવા પર પોતાની જાતે જ પાબંદી લગાવી દીધી છે.
સૂત્રો જણાવે છે કે, CBDT એ એવી ચીમકી આપી છે કે ઘણાં આંગડિયાઓમાં ગેરકાયદે રોકડ નાણાંની ધૂમ લેવડદેવડ થઈ રહી છે. આ બંધ થવું જોઈએ જો ત્રણ લાખથી વધુ રોકડ રકમ પકડાશે તો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની સજા પણ થઈ શકે છે. આ બાબતને ગંભીર ગણીને આંગડિયા એસોસીએશને મિટિંગ બોલાવ હતી જેમાં ઘણી જ લાંબી ચર્ચા વિચારણા થઈ હતી.
આખરે એવો નિર્ણય લેવાયો છે કે ૧૫મી ફેબુ્રઆરીના દિવસથી કોઈ પણ પ્રકારની રોકડની હેરફેર કરવામાં નહી આવે માત્ર નાના મોટા પાર્સલની જ લેવડદેવડ કરાશે આ ઉપરાંત જ્વેલરી અને ડાયમંડ બજારમાં વેપારીઓના ફોન ટ્રેક થતા હોવાથી આંગડિયાના માણસો મોબાઇલ પોન, લેન્ડલાઇન કે ઇન્ટરકોમથી કોઈની સાથે વાતચીત કરશે નહીં.
અત્રે નોંધનીય છે કે વર્ષોથી દેશભરમાં આંગડિયાઓની પેઢીઓ મારફતે અબજો રૃપિયાના કાળા નાણાંની હેરફેર કરવામાં આવે છે. આંગડિયા પેઢીઓએ ભલે ખાતરી આપી પરંતુ વાસ્તવમાં રોકડની હેરફેર જ તેમની મુખ્ય આવક હોઈ તેને બંધ નહીં કરે.