ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ

ભાવનગર :

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે.
મુખ્યમંત્રીશ્રીએ જામનગરના સચાણા પોર્ટને પૂન: ધમધમતું કરવા આપેલી મંજૂરી બાદ હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલને ભાવનગરમાં નિર્માણની મંજૂરી આપી. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે. CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી ૯ મિલીયન મેટ્રિક ટન થશે.

સૌરાષ્ટ્રના સમૂદ્ર કિનારાની પૂરાતન જાહોજલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટસથી પૂન: ધબકતી કરવાની મુખ્યમંત્રીશ્રીની નેમ સાકાર થશે. સી.એન.જી. ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x