ગાંધીનગરગુજરાત

રાજયની 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા : 2 માં કમળ મુરજાયું.

ગાંધીનગર :

આજે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમા બે પર કોંગ્રેસ અને એક પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ગોપાલજી ઠાકોરની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. જયારે ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રમુખને 16 સભ્યોનો ટેકો મળતાં તેઓ વિજેતા થયા છે. જ્યારે ભાજપના ઉમેદવારની હાર થઈ. ઉપપ્રમુખની ચૂંટણી માટે સુરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવારને 16 મત મળ્યા. આ સાથે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષની મુદત માટે વિજેતા થયા છે. ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોપાલજી તાલુકાનો સંપૂર્ણ વિકાસ કરવા દાવો કર્યો છે. તો બીજી તરફ કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ રહી હતી. જેમાં કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ વચ્ચે ટાઇ પડી હતી. જેને લઇને સ્થાનિકો દ્વારા એક બાળકીના હાથે ચિઠ્ઠીને ઉછાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે એક બાળકીના હાથે ચિઠ્ઠીને ઉછાળીને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા. કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ગોવિંદભાઇ પરમાર તેમજ કોંગ્રેસના બુધાભાઇ પરમાર ઉપપ્રમુખ બન્યાં છે.
કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ઝટકો લાગ્યો છે. જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા જાળવી રાખી છે. ભાજપને 10 અને કોંગ્રેસને 16 મત મળ્યાં છે. કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મગુબેન ઝાલા અને ઉપપ્રમુખ તરીકે નવનીતસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x