ગાંધીનગરગુજરાત

લોકપ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું વિધાનસભા સત્ર બોલાવવાની માંગણીનો સરકાર દ્વારા અસ્વીકાર : પરેશ ધાનાણી

ગાંધીનગર :
આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્યવસ્થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે 21થી પાંચ દિવસ માટે સત્રનું આહ્‌વાન કરેલ છે. ગત તા. 31-8-2020ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી અને માન. અધ્યક્ષશ્રીને પત્ર લખી વીતેલા છ માસમાં કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફીના પ્રશ્નો, આરોગ્ય સેવાઓ અને સારવારમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની વચ્ચે્ પાંચ રૂપિયાના માસ્ક માટે પોલીસ દંડા મારી પ્રજાના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા ખંખેરે છે વગેરે લોક પ્રશ્નોને રજૂ કરવા ધારાસભ્યોને પૂરતો અવસર મળે તે માટે પંદર દિવસથી વધુનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં સરકાર 21 બિલ ફલોર સમક્ષ લઈને આવી રહી છે ત્યારે બિલ ઉપર વિસ્તૃત ચર્ચા, સભ્યોનો મત પ્રસ્તુત થાય તો એવો કાયદો બને કે તેનો સરળતાથી અમલ થાય, લોકો તેને સરળતાથી સમજી શકે. સરકાર સરકારી કામકાજને લઈ બહાનું બતાવી ખેડૂતોની સમસ્યા ચર્ચવા માટે સમય ફાળવવા અસમર્થ થઈ છે પરંતુ ક્યાંક વિરોધ પક્ષ તરીકે અમને તક મળશે તો કોરોના મહામારી વચ્ચેે ભાંગેલા તૂટેલા વેપાર, નાના માણસનો છીનવાયેલ રોજગાર, બેરોજગારીનો વધતો દર, આર્થિક મંદી અને સંકડામણને કારણે વધતી આત્મહત્યાઓ, બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સત્રની ફી માફી, ઘરવેરા, પાણીવેરામાં માફી વગેરે પ્રશ્નો અંગે વિધાનસભામાં ચર્ચા કરીશું.
વિરોધપક્ષના નેતાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત દેશ કોરોના સંક્રમણમાં પ્રથમ નંબર હાંસલ કરવા તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્‌યો છે અને ગુજરાત રાજ્ય પણ કેસોની સંખ્યામાં અવ્વલ નંબર ઉપર છે. દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ફેલાય તે અગાઉ અગમચેતીના પગલાં લેવા માટે સરકારને લેખિતમાં વિનંતી કરેલ. માનનીય રાજ્યપાલશ્રી તથા માન. મુખ્ય મંત્રીશ્રીને આવેદનપત્ર આપેલ. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં વિવિધ કક્ષાએ લેવાના થતાં પગલાં અંગે તમામ વિભાગોને લેખિતમાં રજૂઆતો કરેલ છે. છેલ્લા પાંચ માસમાં જે-જે ક્ષેત્રે સરકારની ઉણપ/ખામી જણાયેલ, તે દૂર કરવા 125 ઉપરાંત લેખિતમાં રજૂઆતો કરેલ છે. આ રજૂઆતોમાં ખેડૂતો માટે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય વિષયક સુવિધાઓ માટે, કારીગર વર્ગ, મધ્યઆમ વર્ગ, આદિવાસી વર્ગ, શ્રમિક વર્ગ, અન્ય વર્ગ માટે વિશેષ સુવિધાઓ અને રાહતો આપવા માટે જણાવેલ. પત્રો દ્વારા કરેલ રજૂઆત/સૂચનો નીચે મુજબ છે :
આરોગ્ય માટે
• લોકડાઉન ખુલ્યા બાદ રાજ્યના પ્રજા અન્ય કોઈ રોગચાળાનો ભોગ ન બને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તકેદારી રાખવા તથા જરૂરી કાર્યવાહી કરવા
• ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતેના શ્રી કે. જે. વાઘાણી સામુહિક આરોગ્ય કેન્દ્રને અદ્યતન સુવિધાવાળી એમ્યુલન્સ ખરીદવા સારૂ મંજૂરી આપવા
• રાજ્યમાં તમામ ખાનગી તથા ટ્રસ્ટની હોસ્પિટલોમાં કીડની, હાર્ટ, કેન્સર વિગેરે જેવા ગંભીર તથા અન્ય રોગોની સારવાર ચાલુ રાખવા
• રાજ્યમાં 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તાત્કાલિક નિમણુંક કરવા
• કોરોના માટેની વડોદરા શહેરમાં ગોત્રી ખાતેની હોસ્પિટલમાં પૂરતી સુવિધા પૂરી પાડવા
• રાજ્યની તમામ ખાનગી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવા
• જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે કોવીડ-19 માટેની જિલ્લા હોસ્પિટલ બનાવવા માટે આવશ્યક સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા
• કોરોના વાયરસ (કોવીડ-19)નું સંક્રમણ નિયંત્રણમાં લેવા કેન્દ્ર /રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રની વચ્ચે્ સંકલન વધારવા વાયરલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને કો-ઓર્ડીનેશન કમિટીની રચના કરવા
• કોરોના વાયરસના ટેસ્ટીંગ માટે તમામ ખાનગી પેથોલોજી લેબોરેટરીને મંજુરી આપવા
• રાજ્યમાં મેડીકલ સ્ટાફને અપૂરતું મહેનતાણું, અપૂરતી સુવિધાઓ તથા નિષ્ણાત ડોક્ટરની ઘટ, કુપોષિત બાળકો, ભૌતિક સુવિધાઓનો અભાવ તેમજ સ્નાતક તબીબો ફરજ પર હાજર ન થતા બોન્ડીની રકમ વસુલવા અને આરોગ્ય ક્ષેત્રે પૂરતા નાણા ફાળવવા
• કોરોનાની વૈશ્વિક મહામારી સામે જંગે ચડેલા આરોગ્યપ અને સુરક્ષા કર્મી સહિતના કોરોના વોરીયર્સને વિશેષ આર્થિક સવલતો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા
• ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા આયુર્વેદ પદ્ધતિથી કોરોનાની સારવાર અને જાહેરાત કરવા
ખેડૂતો માટે
• ખેડૂતોના થ્રેસર વગેરે ખેતઓજાર, સબમર્સીબલ પંપ વિગેરેના રીપેરીંગ માટે કારખાના (દુકાનો) આંશિક સમય માટે ખોલવા સારૂ મંજૂરી આપવા
• વડોદરા જિલ્લામાં કરજણ ખાતે સી.સી.આઈ.નું સેન્ટર પુનઃ શરૂ કરવા
• રાજ્યની દરેક ખેતઉત્પન્ન બજાર સમિતિમાં ટેકાના ભાવે ખરીદી
• બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી આપવા
• લોકડાઉનના સમયગાળા દરમ્યાન ગૌશાળાને સહાય આપવા
• લોકડાઉનના સમયગાળા દરમ્યાન રાજ્યમાં ખેડૂતોના યુરીયા ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા
• છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી ઉત્પન્ન‍ બજાર સમિતિ મારફત ખેડૂતોના મકાઉ, ઘઉં, તુવેર, દિવેલા જેવા તૈયાર પાકો ટેકાના ભાવે ખરીદ કરવા તથા ફુલોની ખેતી ઉપર નિર્ભર એવા ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવા
• રાજ્યના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે તાત્કલિક ખરીદી કરવા
• રાજ્યમાં ઉનાળુ ખેતી સારૂ અને ખરીફ-2020 માટે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના છુટક અને જથ્થાબંધ વેચાણ કરતી દુકાનોને વેચાણ માટે પરવાનગી આપવા
• ખેડૂતોને જમીન સુધારણા માટે વગર મંજુરીએ જળસંચય યોજનામાંથી માટી લેવાની પરવાનગી આપવા, પાકધિરાણ માટે વ્યાજ વસુલી મુદ્દલ ભરવા માટે એક વર્ષ માટે મુદ્દત લંબાવવા, બિયારણ ઉત્પાિદન કરતાં એકમોને પ્રોત્સાહિત કરવા તથા ટેકાના ભાવે પાકની ખરીદી કરવા તાલુકા કક્ષાએ કેન્દ્રો ઉભા કરવા
• રાજ્યમાં ગ્રામ્યથ/તાલુકા કક્ષાએ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી, જરૂરિયાત મુજબનો જથ્થો વિક્રેતાઓ પાસેથી સરળતાથી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ગોઠવવા
• ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્ય્થી પાલન, જમીન અને જળસંચયની યોજનાઓને લગતી ખેતીવાડીની યોજનાની સહાય મેળવવા માટેની આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા વધારવા
• કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવા
• રાજ્યના ખેડૂતો પાસેથી એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવા
• રવિ પાક ધિરાણ નવા વર્ષ માટે રીન્યુ કરવા તથા વ્યાજ માફ કરવા તેમજ ટેકાના ભાવે તૈયાર માલની ખરીદી કરવા તમજ સૌની યોજનામાંથી નદી/નાળા/ડેમ ભરવા બાબત
• સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેરીના પાક સાથે સંકળાયેલ ખેડૂતોને તૈયાર પાક વેચવા માટે આંતર જિલ્લામાં જવા માટે સરળીકરણ કરવા
• રાજ્યના ખેડૂતોને સ્પ‍ર્શતા અતિ આવશ્યક મુદ્દાઓ અંગે ત્વરિત પગલાં લેવા
• સીસીઆઈ દ્વારા એ તથા બી ગ્રેડના કપાસની ખરીદી કરવા તથા ખરીદ કેન્દ્રો્ વધારવા
• ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી વ્યાજની સબસીડી ખેડૂતના ખાતામાં જમા કરાવવા
• ટેકાના ભાવે ચણા ખરીદી અંતર્ગત ખરીદ કેન્દ્ર્ તરીકે મંજુરી આપવા
• પાકવીમાના આંકડાઓ/હિસાબ જાહેર કરવા અથવા ચાર વર્ષનો ખેડૂતોના હક્કનો પાકવીમો ચૂકવવા
આદિવાસીઓ માટે
• કોરોના મહામારીના કારણે વિશેષ મુશ્કેલીમાં મુકાયેલ આદિવાસી પરિવારો માટે રાહત આપવા
• નર્મદા જિલ્લાના ગામોમાંથી આદિવાસીઓને વિસ્થાપિત કરી જમીનો પડાવી લેવા માટે જમીનોની ફરતે તાર ફેન્સીંગની કામગીરીનો વિરોધ
મધ્યમવર્ગ માટે
• લોકડાઉનના સમયમાં પ્રજાને વધુ અવગડતા ન પડે, પ્રજાને જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મળી રહે અને તંત્ર સાથે ઘર્ષણ ન થાય તેવી કાર્યવાહી કરવા
• રેશનકાર્ડમાં બંધ કરવામાં આવેલ સપ્લાય તાત્કાલિક ચાલુ કરવા અને લોકોને મળવાપાત્ર અનાજનો પુરવઠો મળવા
• રાજ્યમાં તમામ રેશનકાર્ડ ધારકોને અનાજનો પુરવઠો મળવા
• રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને ત્રણ માસ સુધી ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો પૂરો વિનામુલ્યે પૂરો પાડવા
• રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો મારફત વ્યનક્તિતદીઠ ત્રણ માસનો અનાજનો જથ્થોા નિઃશુલ્ક પૂરો પાડવા
• ગરીબ અને મધ્યમવર્ગને સાચા અર્થમાં મદદરૂપ થવા રાશનની કીટમાં તથા તમામ રાશનકાર્ડ ધારકોને અપાતા અનાજના પુરવઠામાં ખાદ્યતેલનો પણ સમાવેશ કરવા
• સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ઉઘરાવવામાં આવતા ઘરવેરા, પાણીવેરા, વીજબિલ વિગેરે તમામ વેરાઓ ભરવામાંથી રાજ્યના દરેક પરિવારને છ માસ સુધી મુક્તિ આપવા
• કોરોના વાયરસ ફેલાતો અટકાવવા જાહેર થયેલ લોકડાઉન દરમ્યાન જપ્ત કરેલ વાહનો કોઈપણ પ્રકારના દંડની રકમ વસુલ્યા વગર મુક્ત કરવા
• તમામ જરૂરિયાતમંદ પરિવારોને રોકડ સહાય યોજનાનો લાભ મળવા
• પુજાપાઠ અને કર્મકાંડ ઉપર નભતા કર્મકાંડી બ્રાહ્મણો માટે રાહત પેકેજ જાહેર કરવા
• લોકડાઉનના સમયમાં ફરજ બજાવનાર પોલીસ, ડોક્ટર, નર્સ વગેરે તથા આવશ્ય્ક સેવાઓ સાથે જોડાયેલ મેડીકલ સ્ટોરના સંચાલક, કરિયાણા સ્ટોરના સંચાલક, શાકભાજીવાળા, દુધવાળા, સરકારી કર્મચારીઓ વગેરે તમામના રેપીડ ટેસ્ટ કરવા તથા પીપીઈ કીટ આપવા
• રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજનાના કામો ચાલુ કરી 100 દિવસને બદલે 200 દિવસની રોજગારી પૂરી પાડી વેતન ચૂકવવા
• વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ, શ્રમિકો તથા પ્રસંગોપાત ગયેલ નાગરિકો વગેરેને વતનમાં પરત લાવવા
• રાજ્યમાં લાઈટ તેમજ પાણીના બિલ માફ કરવા
• APL-BPLની વ્યાખ્યામાં ન આવતા હોય તેવા નાના-મધ્યવમવર્ગના લોકો પ્રત્યે સંવેદના દાખવી તેઓ માટે રોકડ સહાય જાહેર કરવા
• કોરોના વાયરસ કોવીડ-19ના કારણે અવસાન પામનારના વારસદારને રૂ. 10 લાખની આર્થિક સહાય ચૂકવવા
કારીગરવર્ગ માટે
• વિવિધ સરકારી એકમોમાં ફરજ બજાવતા ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોના મેડીકલ ચેકઅપ કરવા, તેઓને વીમા કવચ આપવા તેમજ પૂરું માસિક વેતન ચૂકવવા
• રાજ્યમાં તમામ કારીગર વર્ગ માટે રાહત પેકેજ જાહેર કરવા
• મંદીમાં સપડાયેલ હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ જાહેર કરવા
• રાજ્યમાં કારીગર વર્ગ જેવા કે, સુથાર, કડીયા, વાળંદ, મોચી, ઈલેકટ્રીશીયન, પ્લમ્બમર, લોખંડનું કામ કરનાર ગેરેજ વર્ક્સ‍, કલર કામ, ઓટો રીક્ષાચાલક, લારી-ગલ્લાચાલક, પાથરણાવાળા, પથ્થર પોલીસ કરનાર, લાકડા પોલીશ કરનાર, ટાઈલ્સ્નું કામ કરનાર, એલ્યુમિનિયમ સેકશનનું કામ કરનાર વિગેરે માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા
• ઈંટભઠ્ઠા તેમજ માટીકામના વાસણો સાથે જોડાયેલ રાજ્યઓના પ્રજાપતિ સમાજને ઉગારી લેવા
• સરકારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી, સીધી ભરતીથી અને ફીક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને વીમા કવચ પૂરું પાડવા
શિક્ષણ માટે
• સરકારી તથા ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી છ માસ સુધી માફ કરવા
• શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી છ માસ સુધી માફ કરવા
• સરકારી પોલીટેકનીક અને ડીગ્રી ઈજનેરી કોલેજોમાં વિવિધ શાખાના વ્યાખ્યાતા અને સહાયક પ્રાધ્યાપક વર્ગ-2ને નિમણુંક આપવા
• કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં સરકારી તથા ખાનગી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની ચાલુ શૈક્ષણિક સત્રની સંપૂર્ણ ફી માફ કરવા તેમજ સ્વરનિર્ભર શાળાઓને ખાસ નાણાંકીય સહાય તથા વગર વ્‍યાજે લાંબા ગાળાની લોન ઉપલબ્ધ કરાવવા
અન્યો માટે
• રાજ્યમાં તમામ મોબાઈલ ધારકોને કનેકટીવીટી યોગ્ય રીતે મળવા
• સરકારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી, સીધી ભરતીથી અને ફીક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને વીમા કવચ પૂરું પાડવા
• કોરોનાની વિકટ પરિસ્થિ્તિમાં પ્રવાસી વાહન સંચાલકોને મદદરૂપ થવા
• કોવિડ-19 લોકડાઉનના કારણે ગુજરાત રાજ્યના ઓટો રીક્ષા ચાલકોને થયેલ નુકસાનના કારણે વળતર પેટે રોકડ સહાય અને વગર વ્યાજે લોન આપવા
• કોરોના વાયરસના કારણે ઉભી થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 2016-17ના SRPF વેઈટીંગ લિસ્ટના સિલેક્ટેડ 1168 ઉમેદવારોને તાત્કાલિક નિમણુંક ઓર્ડર આપવા
• રાજ્યના લોકો ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતી ખોટી કનડગત/હેરાનગતિ બંધ કરાવવા
• લોકડાઉન ભંગના કેસ પરત લવા તેમજ પોલીસ દ્વારા બળપ્રયોગ ન કરવા
શ્રમિકો માટે
• રાજ્યના જિલ્લામાં, જિલ્લા બહાર અથવા રાજ્ય બહાર ફસાયેલા વ્યરક્તિઓ, બાળકો, સગર્ભા મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો, શ્રમિકો, રત્નકલાકારો તથા કારખાના-ફેકટીઓમાં કામ કરતા તથા વિવિધ ક્ષેત્રમાં કામ કરતા કારીગરોના આરોગ્યની ચકાસણી કરી વતનમાં જવાની ટ્રાન્ઝી્ટ મંજુરી આપવા
• બાંધકામ શ્રમિકોના કલ્યાણ ભંડોળની રકમ અન્ય યોજનામાં તબદીલ નહીં કરવા
• મુંબઈ તથા મહારાષ્ટ્ર ના અન્ય ભાગોમાં કામ કરતા ગુજરાત રાજ્યના શ્રમિકોને પરત વતનમાં લાવવા
• પરપ્રાંતીય શ્રમિકોને સ્પે્. ટ્રેન મારફત પોતાના રાજ્યમાં પહોંચાડવા માટે રાજ્યલવાર પરપ્રાંતિયની યાદી/સંખ્યા મોકલવા અને રકમ રાજ્યક સરકાર/રેલ તંત્રને જમા કરાવવા
• અમદાવાદ જિલ્લાના પરપ્રાંતિયોને તેઓના વતન/રાજ્યામાં જવા મંજૂરી આપવા
• સ્પે. શ્રમિક ટ્રેન મારફત અમરેલી જિલ્લાના શ્રમિકોને તેઓના વતનમાં મોકલવા મંજૂરી આપવા
• અમરેલી જિલ્લાના લીલીયાથી ઈન્દોર જવા માટે સ્પે . શ્રમિક ટ્રેન ફાળવવા
• સુરતથી અયોધ્યાા, ઉત્તરપ્રદેશની સ્પે. શ્રમિક ટ્રેન ફાળવવા
• ભરૂચ જિલ્લા તેમજ અન્યા જિલ્લાઓની મદ્રેસાઓમાં અભ્યા્સ કરતા પરપ્રાંતિય વિદ્યાર્થીઓને પોતાના વતનના રાજ્યરમાં જવા મંજૂરી આપવા
• રાજ્યમાં કારીગર વર્ગ જેવા કે, સુથાર, કડીયા, વાળંદ, મોચી, ઈલેકટ્રીશીયન, પ્લરમ્બ‍ર, લોખંડનું કામ કરનાર ગેરેજ વર્ક્‍સ, કલર કામ, ઓટો રીક્ષાચાલક, લારી-ગલ્લાચાલક, પાથરણાવાળા, પથ્થપર પોલીસ કરનાર, લાકડા પોલીશ કરનાર, ટાઈલ્સ્નું કામ કરનાર, એલ્યુમિનિયમ સેકશનનું કામ કરનાર વિગેરે કારીગરો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા
• સુરત ખાતે રહેલા સૌરાષ્ટ્રસ વિસ્તારરના હજારો પરિવારોને વતનમાં જવા સત્વંરે મંજુરી મળવા
અમારી ઉક્ત રજૂઆતો બાદ પણ અમારી વિવિધ વર્ગના પ્રશ્નો ઉકેલવા અંગે કરેલ સૂચનો પ્રત્યેત સરકાર દ્વારા પૂરતું લક્ષ આપવામાં આવેલ નથી.
સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જગતના તાત એવા ખેડૂત માટે પડતા પર પાટુ જેવી સ્થિરતિ થઈ છે. ખેડૂતોનો ઉભો પાક નાશ પામેલ છે, સરકારની જાહેરાત મુજબ સમયમર્યાદામાં સર્વેની કામગીરી થયેલ નથી અને ખેડૂતોને સરકારની જાહેરાત મુજબ સહાય પણ મળેલ નથી.
કોરોનાના કારણે અમલમાં આવેલ લોકડાઉનના કારણે આર્થિક મંદીએ તમામ વર્ગને ભરડો લીધો છે. બેરોજગારીનું પ્રમાણ ભયજનક વધી ગયું છે. આત્મગહત્યાછના બનાવો વધતા જાય છે. ચોરી-લૂંટના બનાવો વધી રહ્‌યા છે. છેલ્લા છ માસથી રાજ્ય નું સમગ્ર વહીવટી તંત્ર કોરોનાની કામગીરીમાં સતત વ્યવસ્તમ હોવા છતાં પણ કોરોના સંક્રમણ ઘટવાને બદલે વધ્યુંા છે ત્યાઆરે રાજ્યવ સરકારે અમારી ઉક્તી રજૂઆતોને પુનઃ ધ્યા‍ને લઈ સમાજના વિવિધ વર્ગોને મદદરૂપ થવા આગળ આગવું જોઈએ તેવી માંગણી શ્રી પરેશ ધાનાણીએ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x