ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સિવિલમાં કોરોના 24 કલાકમાં 12ને ભરખી ગયો.

ગાંધીનગર :
અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે પોઝિટિવ દર્દીના મોતનો આંકડો ખુબ જ વધ્યો છે જેને લઇને રાજ્યના આરોગ્ય તંત્રએ રાજકોટમાં ધામા નાંખ્યા છે ત્યારે અન્ય જિલ્લામાંથી પણ ડોક્ટરોને રાજકોટમાં તેડાવવામાં આવ્યા છે જે અંતર્ગત ગાંધીનગર સિવિલના ડોક્ટરોને પણ રાજકોટ મોકલવામાં આવ્યા છે તેવી સ્થિતિમાં ગાંધીનગર સિવિલમાં દાખલ કોવિડ દર્દીઓ રામભરોશે હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના પાટનગરની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે જ્યારે ત્રણ શંકાસ્પદ દર્દીઓના મોત સિવિલમાં નોંધાયાં છે. ત્યારે વધતાજતા મોતને લઇને નગરજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગર સિવિલમાં અત્યાર સુધીમાં ક્યારેય આટલા બધા દર્દીના એક સાથે મોત નોંધાયા નથી. સૌપ્રથમ વખત 12 દર્દીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.
કોરોનાનો કહેર યથાવત છે અને દિનપ્રતિદિન કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા સવા લાખની નજીક પહોંચી ગઈ છે. ગાંધીનગર સિવિલમાં એક જ દિવસમાં 12 દર્દીઓના મોતને લઈને પણ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે. મૃતકોમાં 9 પુરૂષો જ્યારે 3 મહિલાઓનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં કોરોનાના કુલ કેસ 3,000થી વધુ છે અને 70 દર્દીઓના મોત અત્યાર સુધી નોંધાયા છે. ગાંધીનગર સિવિલમાં 24 કલાકમાં 12 દર્દીઓના મોતને પગલે તંત્ર પણ હચમચી ગયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x