રાજ્યની ખાનગી સ્કૂલોમાં 25% ફી માફ, રાજ્ય સરકારે કરી જાહેરાત
ગાંધીનગર :
ગુજરાત રાજ્યના વાલીઓ માટે આજે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ સંચાલકો માત્ર 25 ટકા ફી માફી માટે તૈયાર થયા છે. તેમજ ઈત્તર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને એટલે કે CBSEને પણ લાગુ થશે. આ અંગે ગઈકાલે રાજ્યના વાલી મંડળના આગેવાનો સાથે પણ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક કરી હતી જેમાં વાલી મંડળના આગેવાનોએ સ્કૂલ ફીમાં ૫૦ થી ૧૦૦ ટકા માફી આપવાની માંગણી કરી હતી. જ્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ lockdown સમયથી રાજ્યની ખાનગી શાળા અને કોલેજો ની એક સત્રની સંપૂર્ણ ફિ માફ કરવા અને શાળા-કોલેજના વહીવટી ખર્ચ સરકાર ચૂકવે તેવી માંગ કરી હતી. પરંતુ આજે રાજ્ય સરકાર ની કેબિનેટ બેઠકમાં આ તમામ માંગણીઓનો અસ્વીકાર કરીને શાળા સંચાલકો ની 25% ફી માફ કરવાની માંગણીને જેને લઈને આજે સરકારે શાળા સંચાલકો તરફી નિર્ણય જાહેર કર્યો છે.