ગાંધીનગરગુજરાત

નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા : અનલોક-5ની નવી ગાઇડલાઇન મુજબ યોજાઈ શકે છે ગરબા.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ આડે માત્ર બે અઠવાડીયા જ બાકી હોવાછતાં ગરબાની મંજુરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં છે . આ પહેલા મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા હતા . નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 200 લોકો સાથે રિઓપનની નવી ગાઈડ લાઈન મુજબ ગરબા યોજાઈ શકે છે. 30 સપ્ટે.એ નીતિન પટેલે કહ્યું મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં 30 સપ્ટેમ્બરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી . ગ્રામ્ય કક્ષાએ કે પછી શહેરોમાં શેરી ગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપવી એ મુદ્દે સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી . ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ આવે અને તેમાં જે છૂટછાટ અપાય તેના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ રાસોત્સવ નહીં યોજે રાજકોટમાં કોરોના સંક્રમણ Pવધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે . રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x