વાયુસેના ચીફની સ્પસ્ટ વાત-ભારત, ઉત્તર ભારતમાં બંને મોરચે યુદ્ધ કરવા માટે તૈયાર
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પૂર્વ લદાખમાં છેલ્લા ઘણા સમયથી પ્રવર્તી રહેલા તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા એ મોટું નિવેદન સામે આપ્યું છે. વાયુસેના પ્રમુખે કહ્યું છે કે ભારત, ઉત્તર ભારતમાં બંને મોરચે યુદ્ધ કરવા માટે તૈયાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ચીન અને પાકિસ્તાન બંનેનો મુકાબલો કરવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે વાયુસેના પ્રમુખે કહ્યું કે, અમારી સેના દરેક મોરચે દુશ્મનો પર ભારે સાબિત થશે. તેમજ ચીનની કોઇ પણ નાપાક હરકતનો જવાબ આપવા માટે સક્ષમ છે.. ચીન સાથેના તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે આવ્યા બાદથી જ બંને દેશોની વચ્ચે તણાવ ઉગ્ર બન્યો છે. વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે વાયુસેનામાં રફાલના સામેલ થયા બાદથી વાયુસેનાની તાકાત અનેકગણી વધી ગઈ છે. રફાલ આવ્યા બાદ દુશ્મનોમાં પણ તેનો ડર છે. તે આપણે ભવિષ્યમાં વધુ મજબૂત કરશે. તેનાથી આપણે ઝડપી અને મજબૂત કાર્યવાહી કરી શકીશું. આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અનેક અન્ય તાકાતવાન હથિયાર વાયુસેનાની તાકાત બનશે.
પૂર્વોતર ભારતમાં વાયુસેનાની તૈનાતીના સવાલ પર એરચીફે કહ્યું કે અમારી પાસે ત્યાં પૂરતી સંખ્યામાં તૈનાતી છે.. ચિનૂકની તૈનાતી ત્યાં કરવામાં આવી ચૂકી છે.. આ વિસ્તારમાં પણ અમારી યોજના તૈયાર છે.. જ્યાં સુધી અમારી ક્ષમતાનો સવાલ છે તો તે ઘણી મજબૂત છે… વાયુસેનાને જરૂર લાગે છે ત્યાં તુરંત વિમાનો તૈનાત કરી દે છે.