રાષ્ટ્રીય

JEE એડવાન્સ પરીક્ષાના પરિણામો જાહેર: 352 પોઇન્ટ સાથે પુણેના ચિરાગ દેશમાં પ્રથમ

સોમવારે 5 ઓક્ટોબરના રોજ આઈઆઈટી દિલ્હીએ JEE એડવાન્સ પરીક્ષાના પરિણામો જાહેર કાર્ય છે. આ વખતે પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 43204 વિદ્યાર્થીઓએ ક્વોલિફાય કર્યું છે. જણાવી દઈએ કે IIT બોમ્બે ઝોનના ચિરાગ ફાલોર JEE એડવાન્સ્ડ 2020માં કોમન રેન્ક લિસ્ટ (CRL)માં ટોપર રહ્યા છે. તેઓ પુણેના વાતની છે. તેમણે 396 માંથી 352 અંક મેળવ્યા છે. તો મહિલાઓમાં IIT રૂડકી ઝોનના કનિષ્ક મિત્તલ CRLમાં 17મુ સ્થાન મેળવી ટોપર થયા છે.
તેમને 396 માંથી 315 અંક મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે મેરીટના આધાર પર પરિણામના એક દિવસ બાદ 6 ઓક્ટોબરથી કાંઉન્સિલિંગ આયોજીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમયસરપ્રવેશ અને વર્ગો શરૂઆત સુનિશ્ચિત કરવા માટે, કાઉન્સિલિંગ રાઉન્ડની સંખ્યા સાતને બદલે છ કરી દેવામાં આવી છે. આ વર્ષે પરિણામ પણ રેકોર્ડ સમયે જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પરિક્ષા 7 સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી.
આ વર્ષે રિઝલ્ટ તૈયાર કરતા સમયે ધોરણ-12ના આંકડાઓ પર વિચાર કરવામાં નહોતો આવ્યો. ઉલ્લેખનીય છે કે નવા નિયમ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા JEE એડવાન્સમાં ભાગ લેવા માટે ધોરણ 12ની બોર્ડ પરિક્ષામાં વિદ્યાર્થીઓના 75 ટકા લાવવા ફરજીયાત હતું. પરંતુ આ વર્ષે COVID-19 ને કારણે CBSE, CISCE સહિતના ઘણા બોર્ડોએ વિશેષ યોજનાઓના આધારે પરિણામ જાહેર કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x