ડ્રગ્સ મામલે બોમ્બે હાઇકોર્ટે રિયા ચક્રવર્તીને આપ્યા શરતી જામીન
જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવુ પડશે, રિયા ચક્રવર્તીને રૂ.1 લાખના બોન્ડ ઉપર મળ્યા જામીન
બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી મંજૂર કરી છે. સુશાંત કેસ પછી ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ હતી. એક મહિનો જેલમાં વીતાવ્યા પછી રિયા હવે જેલની બહાર આવશે. ઉલ્લેખનીય છે કે લોઅર કોર્ટે 2 વાર રિયાની જામીન અરજી ફગાવી હતી. તે પછી હાઇકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવતી હતી. મંગળવારે રિયાની જ્યૂડિશિયલ કસ્ટડી 14 દિવસ એટલે કે 20 ઓક્ટોબર સુધી વધારાઇ હતી.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત અને તેની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઇકોર્ટે આજે રિયાની જામીન અરજી પર સુનવણી કરી હતી. અને મંગળવારે જ સેશન કોર્ટે અભિનેત્રીની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. જો કે હવે જામીન મળ્યા પછી લગભગ 1 મહિના પછી રિયા જેલની બહાર પગ મૂકશે. ત્યાં જ રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીને જામીન નથી મળ્યા તેને હજી પણ જેલમાં જ રહેવું પડશે.
વીડિયો કોન્ફરન્સથી બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને તેના ભાઈ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંતની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ પહેલા સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિકની 20 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી. જેમાં રિયાને જામીન મળ્યા છે. જ્યારે તેના ભાઈ અને અન્ય આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.