ભારત-પાક સૈના અધિકારીએ મીઠાઇ ખવડાવી શુભેચ્છા પાઠવી
ભારત દેશે 68 મો ગણતંત્ર દિવસ મનાવ્યો ત્યારે રાજપથ થી લઇને પૂરા દેશમાં ત્રિરંગો લહેરાયો હતો. ગણતંત્ર દિવસ ઉપર ખાસ માકા ને લઇને અટારી વાઘા બોર્ડ ઉપર સીમા સુરક્ષા દળ ના જવાનો અને પાક રેંજર્સ દ્વારા એક બીજાને મિઠાઇ વહેંચવામાં આવી હતી. અને એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. બન્ને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓ સમારોહમાં હાજર રહ્યા હતા. અને મીઠાઇઓ ખવડાવી હતી.
ગણતંત્ર દિવસ અને ઇદ ના મૌકા ઉપર બનને દેશોની સેના વચ્ચે મીઠાઇ અને મુબારકબાદ નો સીલસીલો જૂનો છે. ભારત પાકીસ્તાનની સેના વચ્ચે આપસમાં સંપ જાળવી રાખવા આ પરંપરા ચાલી આવે છે. બન્ને દેશો વચ્ચે પરંપરા મુજબ શુભેચ્છા અને મિઠાઇ વિતરણ કરવામાં આવે છે.