ફેબ્રુઆરી અંત સુધીમાં રોકડ ઉપાડ મર્યાદા હટવાની શકયતા
ભારતીય રિઝર્વ બેંકે રોકડ ની સ્થિતિ સુધારા ને જોઇને આવતા મહિનાના અંતમાં બેંકો અને એટીએમ માંથી રોકડ ઉપાડની સાપ્તાહિક મર્યાદા ને પૂર્ણ કરી શકે છે.
બેંકોના અધિકારી અનુસાર : કૈશ કાઢવા ઉપર આરબીઆઇ પ્રતિબંધ ફેબ્રુઆરીના અંતમાં તથા મધ્યમાં માર્ચ સુધીમાં સંપૂર્ણરીતે ખતમ કરી શકે છે. કારણ કે બેંકોમાં રોકડની સ્થિતિ સુધરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય બેંકોએ હાલમાં એટીએમમાંથી ઉપાડની મર્યાદા વધારીને દશ હજાર સુધી કરી દીધી છે. પરંતુ સેવિંગ એકાઉન્ટ માટે ચોવીસ હજાર રુપિયા ની સાપ્તાહિક ઉપાડની મર્યાદા ચાલુ છે. કરન્ટ એકાઉન્ટનાં સાપ્તાહિક રોકડ ઉપાડની માર્યાદા એક લાખ રુપિયા છે.
આ સંપૂર્ણપણે રીઝર્વ બેંક નો નિર્ણય હશે. અને હાલાતને ધ્યાનમાં રાખી નિર્ણય કરાશે.
એક અન્ય બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આવતા બે મહિનામાં હાલત સામાન્ય થઇ જશે. ફેબ્રુઆરીના અંતમાં 78-88 ટકા મુદ્રા ફરી ચલણમાં આવી જશે. ઉપરાંત નાની નોટોનું વિતરણ પણ હાલમાં ચાલુ છે.
બેંકિગ પ્રણાલી સામાન્ય થતા કોઇ સમય મર્યાદા જણાતી નથી. કેન્દ્રિય બેંકોનું જણાવવું છે કે ચલણ થી હટાવાયેલી 60 ટકા નોટો 992 કરોડની નોટો બેંકિગ સિસ્ટમ માં પહોંચાડી દેવામાં આવી છે.