રઇસ ની પહેલા દિવસની 20.42 કરોડ કમાણી
શાહરુખ ખાનની ફિલ્મ રઇસે બોકસ ઓફિસ ઉપર ધમાકેદાર ઓપનીંગ કરી છે ત્યારે રઇસે પહેલા દિવસે 20.42 કરોડ ની કમાણી કરી છે. વિશેષજ્ઞ અનુસાર 25 જાન્યુઆરીએ રજા ન હતી. તેમ છતાં રઇસ ને પહેલા દિવસ ની કમાણી સારી રહી હતી. આશા વ્યકત કરાઇ રહી છે કે વીકએન્ડમાં દર્શકો વધુ ફિલ્મ જોવા જતા હોય છે. ફિલ્મની કમાણી નિરાશાજનક નથી. ઋત્વિક રોશનની ફિલ્મ કાબિલ પણ 25 જાન્યુઆરીએ રીલીઝ થઇ કમાઇના મામલે કાબિલ રઇસ થી ઘણી પાછળ છે. કાબિલે પહેલા દિવસે 10.43 કરોડ રુપિયાની કમાણી કરી છે. બન્ને ફિલ્મોની વાર્તા એકબીજાથી અલગ છે. ઋત્વિક ની ફિલ્મમાં રિવેંજ ડ્રામા જોવા મળે છે. જયારે આજકાલ લોકોને ફિલ્મોની વાર્તા હોય છે. શાહરુખની ફિલ્મ ની વાર્તા ગુજરાત અને અહીંના રાજનીતિક ભ્રષ્ટાચાર સાથે મળતી આવે છે. ફિલ્મમાં નવાજુદીન સિદિકે અભિનય ની પ્રશંસા તેની ગંભીરતા સાથે એક હાસ્ય કલાકાર ના રુપમાં છે. ફિલ્મની શરુઆત પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ની એેન્ટ્રી થી થાય છે. માહિરાએ બોલીવૂડમાં આ ફિલ્મથી એન્ટ્રી કરી છે. ફિલ્મ નિર્દેશક રાહુલ ધોળકિયાએ કરી છે. પ્રોડયુસર રિતેશ સિધવાની અને ફરહાન અખતર છે