2020નો વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર: જોશુઆએ 10 હજાર મીટરમાં 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
યુગાન્ડાના લોન્ગ ડિસ્ટન્સ રેનર જોશુઆ ચેપતેગેઈ હવે 10 હજાર મીટરનો પણ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ગયો છે. 24 વર્ષના જોશુઆએ વેલેન્સિયાએનએન વર્લ્ડ રેકોર્ડ ડે ઈવેન્ટમાં 26 મિનિટ 11 સેકન્ડનો સમય લીધો. જોશુઆએ 15 વર્ષ જૂનો રેકોર્ડ લગભઘ સાડા છ સેકન્ડથી તોડ્યો. ઈથોપિયાના કેનેનિસા બેકેલેએ 2005માં 26 મિનિટ 17.53 સેકન્ડમાં રેકોર્ડ બનાવ્યો હતો. જોશુઆએ આ વર્ષે 4 રેસ દોડ છે,
જેમાંથી ત્રણમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેણે 14 ઓગસ્ટના રોજ મોનાકો ડાયમન્ડ લીગમાં 5 હજાર મીટર અને 16 ફેબ્રુઆરીની મોનાકો રમનમાં 5 કિમીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં 10 કિમીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઈવેન્ટમાં વેવલાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ થયો. જેમાં ટ્રેક પર રંગીન લાઈટ ફીટ કરેલી હોય છે, જેની મદદથી ખેલાડીઓને ગતિની માહિતી અપાતી હતી કે તેઓ કેટલી સ્પીડથી કેટલું અંતર કાપી રહ્યા છે. પેસર્સ મેટ રેમ્સ્ડેન અને નિકોલસ કિમેલીએ જોશુઆની મદદ કરી હતી.
ઈથોપિયાની લેટસેનબેટ ગિડેએ 5 હજાર મીટર મહિલા કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 14 મિનિટ 06.62 સેકન્ડનો સમય લીધો. ગિડે 5 હજાર મીટર સૌથી ઓછા સમયમાં પૂરો કરનારી મહિલા એથલીડ બની ગઈ છે. 22 વર્ષની ગિડેએ 2008માં ઈથોપિયાની તિરુનેશ દિબાબાએ બનાવેલો 14 મિનિટ 11.15 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. તે 5 હજાર મીટરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનારી ઈથોપિયાની ત્રીજી ખેલાડી છે.