PDPUમાં હેલ્થ અને ફિટનેસ માટે નાઇટ રન ઇવેન્ટ યોજાઇ,500થી વધુ ખેલાડી જોડાયા
ગાંધીનગર:
પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સીટી દ્વારા હેલ્થ અને ફિટનેશની દિશામાં જાગૃતિ કેળવવા માટે નીઓન રસ-10 કિમી નાઇટ રન યોજવામાં આવી હતી. જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. યુનિ.નાં મિડીયા પર્સન નિર્મલ શુક્લાએ જણાવ્યુ હતુ કે સ્વાસ્થય અને શરીર શૌષ્ઠવ અંગે જાગૃકતા કેળવવા આયોજન કરવામાં આવ્યુ હતુ.
નીઓન રન એટલા માટે આપવામાં આવ્યુ કે દોડમાં જોડાનાર 500થી વધુ છાત્રોએ રાત્રીમાં ચમકતી નીઓન ટી-શર્ટ પહેરીને દોડ લગાવી હતી. પીડીપીયુથી હાઇ-વે સુધીની આ દોડનો રૂટ 10 કિલોમિટરનો રહ્યો હતો. પીડીપીયુનાં ડીરેક્ટર જનરલ ટી કે રેડ્ડીએ રીબીન કાપીને દોડને આગળ વધારી હતી. મંગળવારે સાંજે 6.45 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન આ દોડ યોજવામાં આવી હતી.