લોકડાઉન દરમિયાન રાજ્યમાં ઘરેલું હિંસાના કેસામાં થયો 50 ટકાનો વધારો
રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. થોડા મહિનાઓ પહેલા લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસોને લઈને એક ઘટસ્ફોટ થયો છે. જેમાં લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસો વધ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન ઘરેલું હિંસાના કેસામાં 50 ટકાનો વધારો થયો હોવાની વાત સામે આવી છે. લોકડાઉન દરમિયાન દર મહિનાના 10 હજાર કેસ સામે આવ્યા છે. આ સાથે જ દર મહિને ખાલી 50 ટકા કેસ ઘરેલું હિંસાના નોંધાયા છે. લોકડાઉનના 4 મહિનામાં જ 23 હજાર કેસ ઘરેલુ હિંસાના નોંધાયા છે. કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં જ હતા, તેના કારણે મહિલા સામે અત્યાચારના બનાવો વધ્યા હતા. દર મહિને સરેરાશ 10 હજાર જેટલા કેસો સામે આવ્યા છે અને તેમાં પણ ડોમેસ્ટિક વાઈઓલેશનના કેસો સતત વધ્યા છે. લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક વાઓલેશનના કેસોમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધી લોકડાઉન હોવા છતાં 5 મહિનામાં 50 હજાર જેટલા કેસ મહિલાઓને લગતા સામે આવ્યા છે. જે નીચે મુજબના આંકડાઓ સ્પષ્ટ કરે છે.
એપ્રિલથી ઓગસ્ટ
ડોમેસ્ટિક વાઓલેશન 22654
એડીક્શન 4211
એકસ્ટ્રા મેરિટીયલ 1639
મહિલાઓને લગતા પ્રશ્નોનું સમાધાન આવે તે માટે 181ની હેલ્પ લાઈન શરૂ કરવામા આવી છે. અત્યાર સુધી 17 લાખથી વધુ મહિલાઓએ હેલ્પલાઇન પરથી મદદ મેળવી છે અને સૌથી વધુ કેસ ઘરેલુ હિંસા, એકસ્ટ્રા મેરિટીયલ અફેર અને પડોશી સાથે માથાકૂટની સમસ્યા સામે આવી છે. 2014થી લઈને અત્યાર સુધી કુલ કેસ જોઈએ તો….
ઘરેલુ હિંસા
આલ્કોહોલ ડ્રગ 49073
એક્સ્ટ્રા મેરિટીયલ 16666
નેબર ઇસ્યુ. 34887
એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે અને ઘણી મહિલાઓ પુરુષોના ખભે ખભે મેળવી આગળ વધી રહી છે. બીજી તરફ ઘરેલુ હિંસાના આંકડાઓ એવું દર્શાવી રહ્યા છે કે હજી પણ મહિલા પર થતા અત્યાચારોએ વાતની ચાડી ખાઈ રહ્યા છે કે સમાજનો અમુક વર્ગ મહિલાઓના વિકાસને રૂંધવાનું કામ કરે છે.