ગુજરાત

દાંતીવાડામાં એક 12 વર્ષીય મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા

ઉત્તર પ્રદેશના હાથરસકાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી, આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં બનાસકાંઠાના દાંતીવાડામાં એક સગીર યુવતીની હત્યા કરી નાંખવામાં આવી છે. આ ઘટનામાં જે સગીરાની હત્યા કરી નાંખવામાં આવી છે તે મુકબધીર છે અને આ સગીરાનું ગળુ કાપીને અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાંખવામાં આવી છે. આ ઘટનામાં હાલ દાંતીવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દાંતીવાડાના ભાખર પાસે એક સગીર યુવતીની ઘાતકી હત્યા કરી હોવાના અહેવાલ મળતા જ દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
દાંતીવાડાના ભાખર પાસે એક 12 વર્ષીય મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કેટલાક થોડા દિવસથી મૂકબધીર સગીરા ગુમ થઈ હતી, ત્યારબાદ આજ સગીરાની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરાઈ હતી, જેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો. 12 વર્ષીય સગીરાની ક્રૂરતા પૂર્વક હત્યા કરાતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બીજી બાજુ દાંતીવાડાના ભાખર ગામે 12 વર્ષીય સગીરાનું ગળું કાપીને હત્યા કરવાના મામલે પોલીસે તપાસ કરતા એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે.
જેમાં સગીરાને બાઈક ઉપર બેસાડીને લઈ જતા યુવકનો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. સગીરા ડીસાથી ગુમ થઈ હતી.જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં દાંતીવાડા પોલીસે મૂકબધીર સગીરા વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર યુવતી ડીસા સ્પોર્ટ કલબ પાસે રહેતી હતી. હાલ દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને વધુ માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x