ગાંધીનગરગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ પોરબંદનાં રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છનાં ભૂજમાં 2.40 ઇંચ, ગીર સોમનાથનાં ગીર ગઢ઼ામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢનાં માળિયામાં 36 એમએમ, દ્વારકાનાં કલ્યાણપૂરમાં 30 એમએમ, નર્મદાનાં સાગબારામાં 27 એમએમ, કચ્છનાં અંજાર, અમરેલીનાં લાઢીમાં 25 એમએમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી આગામી બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 44.65 ઈંચ સાથે સિઝનનો 136.50% વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 3,02,152 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 90.44 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,34,303 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 95.92 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-179 જળાશય,
એલર્ટ ૫ર કુલ-11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 08 જળાશય છે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.12/10/2020 સુધીમાં અંદાજીત 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 102.76 ટકા વાવેતર થયુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x